<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

મહિલાઓના ચેન્જિંગ રૂમમાં લગાવાયા CCTV: મોબાઈલમાં વાંધાજનક વીડિયો મળ્યા બાદ મહંત વિરુદ્ધ FIR નોંધાઈ

યુપીના ગાઝિયાબાદમાંથી શરમજનક કિસ્સો:મુરાદનગર ગંગનાહર સ્થિત છોટા હરિદ્વાર મંદિરના ચેન્જિંગ રૂમમાં સીસીટીવી મળ્યા બાદ મહંત મુકેશ ગોસ્વામી વિરુદ્ધ FIR

યુપીના ગાઝિયાબાદમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં મુરાદનગર ગંગનાહર સ્થિત છોટા હરિદ્વારના ચેન્જિંગ રૂમમાં સીસીટીવી મળ્યા બાદ મહંત મુકેશ ગોસ્વામી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચેન્જિંગ રૂમમાં કેમેરા જોઈને એક મહિલાએ પોલીસને જાણ કરી હતી.

  તપાસ બાદ જાણવા મળ્યું કે મહંત મુકેશ ગોસ્વામીના મોબાઈલ ફોન પર કેમેરાનું લાઈવ ફીડ આવતું હતું. પોલીસને મહંતના મોબાઈલમાંથી કપડાં બદલતી મહિલાઓના ઘણા વીડિયો પણ મળ્યા છે. આ સિવાય પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓના વાંધાજનક વીડિયો ઘણા સમયથી બનાવવામાં આવી રહ્યા હતા

   જોકે, અહીં આવું પહેલીવાર નથી થઈ રહ્યું. આ પહેલા પણ ગંગાનાહરના શનિમંદિર પરિસરમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો રેકોર્ડિંગની ફરિયાદ મળી છે. મહિલાઓએ ત્રણ યુવકો પર ગુપ્ત રીતે વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી દિલ્હીના રહેવાસી ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.

(1:21 PM IST)