<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

બે વર્ષની તબાહી પછી થાકયુ છે રશીયાઃ પુતિનના ૪ નજીકના સાથીઓના હવાલાથી કરાયો દાવો

મોસ્‍કોઃ રશીયા-યુક્રેન યુધ્‍ધને બે વર્ષથી વધારે સમય થઇ ગયો છે. બીજા વિશ્વયુધ્‍ધ પછી યુરોપના સૌથી મોટા જમીની સંઘર્ષમાં બંને દેશોના હજાર લોકોના જીવ ગયા અને પヘમિી દેશોના પ્રતિબંધોએ રશીયન અર્થવ્‍યવસ્‍થાની કમર તોડી નાખી છે. હવે રશીયા યુક્રેન સાથે વાતચીત કરવા માંગે છે. રશીયન રાષ્‍ટ્રપતિ પુતિનના ચાર નજીકના સહયોગીઓએ આના સંકેત આપ્‍યા છે. ક્રેમલીનના એક ટોચના અધિકારીએ મીડીયા રિપોર્ટમાં જણાવ્‍યુ કે પુતિન હજુ પણ લડી શકે છે. પણ તે યુધ્‍ધવિરામ માટે તૈયાર છે. પુતિનના પ્રવકતા પેસ્‍કોવે પણ કહ્યુ કે રશીયા અનંત યુધ્‍ધ નથી ઇચ્‍છતુ આ વાતને ત્‍યારે વધુ બળ મળ્‍યુ. જ્‍યારે ગયા સપ્‍તાહે પુતિને અર્થશાષાી આંદ્રેઇ બેલાસોવને રશીયાના નવા રક્ષામંત્રી નિયુકત કર્યા. પヘમિી વિશ્‍લેષકોનું માનવું છે કે પુતિન હવે અર્થવ્‍યવસ્‍થાની સ્‍થિરતા ઇચ્‍છે છે. ચીન યાત્રા દરમ્‍યાન પણ પુતિને પત્રકારોને કહ્યુ હતુ કે અમે ચર્ચા માટે તૈયાર છીએ, અમે કયારેય તેની ના નથી પાડી.

જો કે યુક્રેનમાં રાષ્‍ટ્રપતિ ઝેલેન્‍સ્‍કીને પુતિનની યુધ્‍ધવિરામ જેવી વાતો પર વિશ્વાસ નથી. તેઓ અવારનવાર એમ કહે છે કે પુતિનની શરતે શાંતિની શરૂઆત નહીં થઇ શકે. તેઓ ક્રીમીયા સહિતના ગુમાવેલા વિસ્‍તારો પાછા મેળવવા માંગે છે, જેને રશીયાએ ૨૦૧૪માં પોતાના કબ્‍જામાં લઇ લીધા હતા. એક સુત્રનું કહેવું છે કે ઝેલેન્‍સ્‍કી સત્તામાં છે ત્‍યાં સુધી કોઇ સમજુતી નહીં થઇ શકે.

(2:28 PM IST)