<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ઊંચા પગારની નોકરીની લાલચમાં ૨૦ ભારતીયો મ્‍યાનમાર ફસાયાઃબંધક બનાવ્‍યા

તેમને ૧૮ કલાક કામ કરાવાય છેઃ પરત લાવવા પરિવારોની ગુહાર

નવી દિલ્‍હી,તા. ૨૫: વિદેશમાં નોકરી માટેની ઘેલછા ક્‍યારેક ભારે પડે છે.આજીવિકા માટે મ્‍યાનમાર ગયેલા ૨૦ ભારતીયોના પરિવારોએ હવે તેમને પાછા લાવવા માટે વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે. અહેવાલ મુજબ, તેમનો દાવો છે કે પરિવારના સભ્‍યોને દુબઈના એક એજન્‍ટે વિદેશમાં ઊંચા પગારની નોકરી માટે થાઈલેન્‍ડ લઈ જવાની લાલચ આપી હતી. જોકે તેમના બદલે તેમને મ્‍યાનમાર મોકલી દેવામાં આવ્‍યા હતા અને ત્‍યાં તેને બંધક બનાવી લેવાયા. આવી સ્‍થિતિમાં તેમના જીવને ખતરો હોવાનો દાવો કરાયો છે.

એક વર્કર કુલદીપે વીડિયો દ્વારા વ્‍યથા જણાવતાં કહ્યું કે અમને ૧૮ કલાક કામ કરાવવામાં આવે છે અને ખાવા માટે માત્ર બે વાટકી ભાત આપવામાં આવે છે. જો તેઓ કામ કરવાની ના પાડે તો તેમને માર મારવામાં આવે છે અને ૧૦ કિલોમીટર સુધી દોડવા માટે મજબૂર કરાય છે. કુલદીપના પરિવારે જણાવ્‍યું કે, કુલદીપે છુપાઈને રાખેલા ફોનથી વીડિયો રેકોર્ડ કર્યો હતો. ૨૨ એપ્રિલે તે બેંગકોક જવા રવાના થયો હતો.

(2:29 PM IST)