<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

નાનપણની સહેલીઓએ ભેગા મળીને કર્યું અનોખુ આયોજનઃ રપ૦ દિકરીઓએ પીયરમાં કરાવી શ્રીમદ્‌ ભાગવત કથા

નાગૌર તા. રપઃ નાનપણની સહેલીઓએ એક અનોખુ આયોજન કરીને ફરી એકવાર નાનપણાના દિવસો તાજા કર્યા. નાનપણની યાદ તાજી કરવા નાગૈર જીલ્લાના શિવ ગામની રપ૦ દિકરીઓએ મળીને શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાવ્‍યું. એ બધી પીયરના ગામમાં ભેગી થઇ અને કથાનો બધો ખર્ચ ઉઠાવ્‍યો . આ આયોજન ગુરૂવાર સાંજ સુધી ચાલ્‍યું હતું. તેમણે દિવસે કથા સાંભળી અને સાંજે બધી સહેલીઓ ગઢની પોળમાં મળી. આ આયોજન કરવા માટે શિવની આ દિકરીઓએ ૧૪ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. નાનપણ સાથે રમેલી સહેલીઓ ગામમાં આવી તો ગામ માટે પણ તે યાદગાર પળ બની ગઇ.

ગામની રાજયભરના અલગ-અલગ ભાગોમાં વસેલી દિકરીઓ એક સાથે પિયરમાં મળી તો ચહેરા પર ખુશીનો એક અલગ જ ભાવ હતો. આમાંથી કેટલીક તો જીવનના અંતિમ પડાવ પર હોવાથી તેમની ખુશી તો માપી શકાય તેમ નહોતી.

જયારે આખા ગામની દિકરીઓ પરિવાર સાથે મળવા માટે અનોખી રીતે ભેગી થઇ તો પછી મામેરામાં ભાઇઓ પણ પાછા નહોતા ભોજન અને નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરી હતી.

આયોજન કરતા પહેલા બધીને એક પ્‍લેટફોર્મ પર લાવવી મુશ્‍કેલ હતી. પછી સોશ્‍યલ મીડીયાનો ઉપયોગ કરાયો. ગામની દિકરીઓ ધીમે ધીમે ગ્રુપમાં જોડાતી ગઇ અને સંખ્‍યા રપ૦ થઇ ગઇ પાલીમાં રહેતી ગામની દિકરી કિરણે કહ્યું, ‘‘આ આયોજન પાછળનો ઉદ્દેશ બધાને મળવાનો હતો. આજે જુની પરંપરા લુપ્‍ત થઇ ગઇ છે. ભાગદોડમાં હવે એક બીજાને મળવાનું જ નથી થતું બધા મળ્‍યા, બહુ જ સારૂં લાગ્‍યું.''

(3:16 PM IST)