તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
સ્પેનના વૈજ્ઞાનિકોની મોટી સિધ્ધીઃ ગુણસૂત્રોના ૬ નાના કણો હટાવવાથી માદામાં બદલાયું નર ભ્રૂણ
દુનિયામાં લિંગાનુપાત સુધારવામાં મળશે મદદઃ એકસ-વાય ગુણસુત્ર વાળા ભ્રૂણનું જ લીંગ પરિવર્તન થઇ શકે છે

મેડ્રીડ તા. રપઃ કોઇપણ જીવના વિકસીત થતા ભ્રૂણના પ્રાથમિક તબકકામાં ગુણસુત્રો (ક્રોમોઝોમ્સ) માંથી છ નાના કણોને હટાવીને નરને માદામાં બદલી શકાય છે. સ્પેનના વૈજ્ઞાનિકોના નવા રિસર્ચમાં આ દાવો કરાયો છે. તેમણે રિસર્ચ દરમ્યાન નર ઉંદરના ભ્રૂણમાંથી કેટલાક ખાસ જીન્સ હટાવીને તેને માદામાં ફેરવી નાખ્યો.
લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર, સ્પેનની યુનિવર્સીટી ઓફ ગ્રેનેડાના વૈજ્ઞાનિકોનું રિસર્ચ નેચર કોમ્યુનિકેશન જર્નલમાં છપાયું છે. તેના અનુસાર, વાય ગુણસુત્રના કેટલાક નાના કણોને હટાવી દેવાથી નર જીવ માદા બની જાય છે. આ નાના કણોને માઇક્રો આરએનએ કહેવામાં આવે છે. રિસર્ચરોનું કહેવું છે કે સ્તનધારીઓના ગુણસુત્રોમાં જીવનું લીંગ નકકી કરવાની ક્ષમતા હોય છે. માનવીય જીનોમ સહિત ૯૮ ટકા સીનધારી જીવોના ડીએનએમાં પ્રોટીન માટે કોડીંગ નથી હોતું. એટલે વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ નથી સમજી શકયા કે બાકી કયા-કયા જીન લીંગ નકકી કરવામાં મદદ કરે છે.
હજારો માઇક્રો આરએનએમાંથી વૈજ્ઞાનિકોએ એવા છ શોધ્યા, જે લીંગ નકકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ઉંદરના વિકસીત થતા ભ્રૂણમાંથી આ છ જીન્સ હટાવી દીધા. તેમના હટવાથી એકસ પાય ગુણસુત્રવાળો નર ઉંદર માદામાં બદલાવા લાગ્યો, જયારે એકસ એકસ ગુણસુત્રવાળો નર જ રહ્યાો. આનાથી એ પણ સ્પષ્ટ થયું કે એકસ-વાય ગુણસુત્ર વાળા ભ્રૂણનું જ લિંગ પરિવર્તન થઇ શકે છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
