<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રેલવેની ટિકીટ બુક કરાવતી વખતે યાત્રિકોને ૧૦ લાખ સુધીના વિમાનો લાભ

એક ટિકીટ ઉપર માત્ર ૪૫ પૈસા ખર્ચ કરીને મોટી રકમનો વિમો મળી શકે છે

નવી દિલ્‍હી,તા. ૨૫: ભારતનો દરેક ખૂણો આજે જોડાયેલો છે, તો તેમાં ભારતીય રેલવેનું ખૂબ જ યોગદાન છે. આજે પૂર્વથી લઈને પヘમિ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારતના લગભગ દરેક રાજયો રેલવે સાથે જોડાયેલા છે. ટ્રેન એક એવું માધ્‍યમ છે, જેના દ્વારા દેશના કોઈપણ ભાગમાં પહોંચવું આજે કરોડો લોકો માટે સરળ બની ચૂક્‍યું છે. જોકે, એ પણ સાચું છે કે હજુ પણ કેટલાક પહાડી વિસ્‍તારોમાં ટ્રેન દોડાવવાની બાકી છે.

ટ્રેનથી મુસાફરી કરવી સસ્‍તી તો માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોના ઘર પણ બરબાદ થઈ જાય છે. તો કેટલીકવાર ટ્રેન દુર્ઘટનાના સમાચાર પણ સામે આવે છે. આવી સ્‍થિતિમાં આ દુર્ઘટનામાં રેલ ઈન્‍સ્‍યોરન્‍સ કામ આવે છે, મુસાફરોને રેલવે દ્વારા ઈન્‍સ્‍યોરન્‍સ લેવાની સલાહ આપવામાં આવે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવવના છીએ કે કેવી રીતે તમે ટિકિટ બુક કરાવતી વખતે ૧૦ લાખ રૂપિયા સુધીના ઈન્‍સ્‍યોરન્‍સનો લાભ ઉઠાવી શકો છો.

 કદાચ તમે જાણતા જ હશો, જો નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે IRCTC મુસાફરોને ટિકિટ બુકિંગ દરમિયાન ૧-૨ લાખ નહીં પરંતુ લગભગ ૧૦ લાખના ટ્રાવેલ ઈન્‍સ્‍યોરન્‍સની સુવિધા પ્રદાન કરે છે.

તમારી જાણકારી માટે એ પણ જણાવી દઈએ કે એક ટ્રેનની ટિકિટ પર લગભગ ૪૫ પૈસા ખર્ચ કરીને તમે ૧૦ લાખ રુપિયા સુધીના ઈન્‍સ્‍યોરન્‍સનો લાભ મેળવી શકો છો. જી હા, ભારતીય રેલવે ટિકિટ બુક કરાવતી વખતે માત્ર ૪૫ પૈસા ચાર્જ કરે છે અને તેના બદલામાં કોઈપણ અઘટીત ઘટના માટે ૧૦ લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ રકમ ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિ અને મૃતકના પરિવારના સભ્‍યોને આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, તમે IRCTC દ્વારા આ ટ્રાવેલ ઇન્‍સ્‍યોરન્‍સનો લાભ મેળવી શકો છો. જી હાં, IRCTC દ્વારા ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરને ટ્રાવેલ ઈન્‍સ્‍યોરન્‍સનો વિકલ્‍પ પસંદ કરવાનો ઓપ્‍શન આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે જયારે પણ તમે IRCTC વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરો છો, ત્‍યારે પેમેન્‍ટ પહેલા ઈન્‍સ્‍યોરન્‍સ લેવા કે ન લેવાનો ઓપ્‍શન જોવા મળે છે. જયારે તમે ઈન્‍સ્‍યોરન્‍સ ઓપ્‍શનને સિલેક્‍ટ કરીને ટિકિટ બુક કરો છો, ત્‍યારે તમારા ઈ-મેલ પર એક લિંક મોકલવામાં આવે છે. આ લિંકમાં સંબંધિત માહિતી જેમ કે- નામ, મોબાઈલ નંબર અને નોમિની વિગતો ભરીને પોલિસીનો લાભ મેળવી શકો છો.

ઈન્‍સ્‍યોરન્‍સ ક્‍લેમ કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે અને તેનો લાભ સરળતાથી મેળવી પણ શકો છો. જી હા, ટ્રેન અકસ્‍માતના કિસ્‍સામાં અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિ અથવા નોમિની ક્‍લેમ કરી શકે છે.

ઈન્‍સ્‍યોરન્‍સ ક્‍લેમ કરવા માટે, તમારે સૌથી પહેલા ઈન્‍સ્‍યોરન્‍સ પ્રદાન કરતી કંપનીની પાસે જવું પડશે. આ પછી કંપની પાસેથી તમામ માહિતી મેળવ્‍યા પછી તમે પછી ક્‍લેમ કરી શકો છે. તમને જણાવી દઈએ કે ક્‍લેમ કરવા માટે નોમિની અથવા પેસેન્‍જરનું આધાર કાર્ડ, ડેથ સર્ટિફિકેટ, ટ્રેન ટિકિટ વગેરે ડોક્‍યૂમેન્‍ટ સાથે હોવા ખૂબ જ જરૂરી છે. તમારી માહિતી માટે એ પણ જણાવી દઈએ કે અકસ્‍માત થયાના ચાર મહિનાની અંદર જ તમારે ક્‍લેમ કરવો પડશે.

(3:58 PM IST)