<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ભાજપના નેતાની ગાડી પર પથ્થરમારો, સુરક્ષાકર્મીઓના માથા ફોડી નાખ્યા

પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગડબેતા વિસ્તારમાં હુમલો :પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામ લોકસભા સીટ પર મતદાન દરમ્યાન ભાજપ ઉમેદવાર પ્રાણનાથ ટુડૂની ગાડી પર હુમલો

ઝારગ્રામ, તા.૨૫ :વરિષ્ઠ ભાજપ નેતા અને ઝારગ્રામથી ઉમેદવાર પ્રાણનાથ ટુડૂએ શનિવારે દાવો કર્યો કે, પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગડબેતા વિસ્તારમાં તેમના કાફલા પર હુમલો કર્યો, જે બાદ તેમની સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામ લોકસભા સીટ પર મતદાન દરમ્યાન ભાજપ ઉમેદવાર પ્રાણનાથ ટુડૂની ગાડી પર હુમલો થયો. પથ્થરમારો થયો. કથિત રીતે કેન્દ્ર ફોર્સ સાથે પણ મારપીટ કરવામાં આવી. ગડબેતામાં પ્રાણનાથ ટુડૂની કાર પર હુમલામાં બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થઈ ગયા છે. તેમના માથામાં ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જ્યારે ટીએમસીનો આરોપ છે કે, ભાજપ વિસ્તારોમાં અશાંતિ ફેલાવી રહી છે.

વરિષ્ઠ ભાજપ નેતા અને ઝારગ્રામથી ઉમેદવાર પ્રાણનાથ ટુડૂએ શનિવારે દાવો કર્યો કે, પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગડબેતા વિસ્તારમાં તેમના કાફલા પર હુમલો કર્યો, જે બાદ તેમની સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

આ ઘટના ત્યારે થઈ, જ્યારે ટુડૂ અમુક મતદાન કેન્દ્રો અંદર ભાજપના એજન્ટોને પ્રવેશવા ન દેવાની ફરિયાદ મળતા ગડવેતા જઈ રહ્યા હતા. તેમને દાવો કર્યો કે, અચાનક અમુક લોકોએ રસ્તા પર જામ કર્યો. ત્યાર બાદ ટીએમસીના ગુંડાઓએ તેમની કાર પર ઈંટો ફેંકવાનું શરુ કરી દીધું. જ્યારે તેમના સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કર્યો તો, તેમના પર હુમલો કર્યો. તેમની સાથે સીઆઈએસએફના બે જવાનોના માથામાં ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

સ્થિતિ પર કાબુ કરવા માટે એક મોટી પોલીસ ફોર્સ આ વિસ્તારમાં મોકલી દેવામાં આવી છે. સ્થાનિક ટીએમસી નેતાઓએ આ આરોપ ફગાવી દીધા અને ટુડૂ પર શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયાને ખરાબ કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે.

એક સ્થાનિક ટીએમસી નેતાએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર મતદારોને ધમકી આપી રહ્યા હતા. ગામલોકો ગુસ્સામાં આવી ગયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. કથિત રીતે ભીડ દ્વારા વિવિધ મીડિયાના વાહનોમાં પણ તોડફોડ કરી.

(7:32 PM IST)