તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ વધવાની આશંકા :તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોન ચર્ચા કરી વિગતો મેળવી:તપાસ માટે ખાસ કમિટીની રચના;ગેમ ઝોન સંચાલક ભૂગર્ભમા ઉતરી ગયો :ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા

રાજકોટ : રાજકોટ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભુકતા સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહ મળ્યા છે, આ કરુણાંતિકાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વિગતો મેળવી છે આ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે,
દરમિયાન આ દુર્ઘટનાને પગલે ગેમ સંચાલક ભૂગર્ભ ઉતરી ગયો છે, ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે હાલમાં રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાય છે ફાયર સેફટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે
અત્યાર સુધીમાં 12 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું, કોઈના પણ મૃતદેહ ઓળખી શકાય તેમ ન હોય ડીએનએ તપાસ બાદ જ ઓળખ થશે
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
