તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટ TRP ગેમ ઝોનમાં વિકરાળ આગમાં 24 લોકો ભળથું : કોઈના મૃતદેહને કોથળામાં તો કોઈને ગોદળામાં લઈ જવાયા
કેટલાયની લાશ તો બળીને કોલસા જેવી થઈ ગઈ :બાળકો અને યુવાનોના પરીજનોના હૈયાફાટ રુદન

રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સયાજી હોટેલ પાછળ આવેલા TRP ગેમ ઝોનમાં વિકરાળ આગ ભભુકી. આગ એટલી વિકરાળ હતી કે 24 લોકો તેમાં ભળથું થઈ ગયા છે. મોતનો આ આંકડો હજુ વધે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે. બપોરના અંદાજે 4 વાગ્યાથી ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે. જેમાં 15થી વધુ લોકોના તો રેસ્ક્યું થયા પણ 22 લોકો જેમાં બાળકો અને યુવાનો હતા તેઓ મોતને ભેટ્યા છે
. TRP ગેમ ઝોને 108 અને ફાયરની ગાડીઓના થપ્પા લાગ્યા છે. પતરાના શેડથી બનાવેલા હોલમાંથી 22 લોકોના મૃતદેહ સીડીઓથી કાઢવામાં આવ્યા છે. જે દ્ર્શ્યો તમને વિચલિત કરી શકે તેમ છે. કોઈના મૃતદેહને કોથળામાં તો કોઈના મૃતદેહને ગોદળામાં લઈ જવામાં આવ્યા છે. કેટલાયની લાશ તો બળીને કોલસા જેવી થઈ ગઈ હતી. બાળકો અને યુવાનોના પરીજનોના હૈયાફાટ રુદનથી ઘટનાસ્થળ ગુંજ્યું હતું
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
