તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
૩૧ પરિવારોએ પોતાના સંતાનનો કોઈ પત્તો ન હોવાનું લખાવ્યું: હજી અડધો કાટમાળ ખસેડવાનો બાકી છે: રાજકોટ સીવીલ હોસ્પિટલે સ્ટ્રેચરમાં પીએમ રૂમની બહાર મૃતદેહોની લાઈનો લાગી

ઘટના સ્થળે ૩૧ પરિવારોએ પોતાના સંતાનનો કોઈ પત્તો ન હોવાનું લખાવ્યું છે. સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે હીબકા ભરતા વાલીઓ અને કુટુંબીજનોના ટોળે ટોળા જોવા મળે છે..
આ ગેમ ઝોનને કોઈ જ ફાયર સેફ્ટીનું એનઓસી મળ્યું ન હતું. આ માટે જવાબદાર તમામ ટોચના ઓફિસરો સામે પગલાં લેવા માટેની જોરદાર લાગણી ઊભી થઈ છે.
રાજકોટ સીવીલ હોસ્પિટલે સ્ટ્રેચરમાં પીએમ રૂમની બહાર મૃતદેહોની લાઈનો લાગી છે.. પોતાના સંતાનોને શોધી રહેલા વાલીઓ નજરે પડે છે..
રાજ્યભરમાં કલેકટરો, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ તમામ ગેમ ઝોન બંધ કરાવવા કામે લાગ્યા છે.
તસવીર: સંદિપ બગથરીયા અકિલા
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
