<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: સિવિલ હોસ્પિટલમાં હૈયું હચમાવતા દ્રશ્યો : એક માં તેનો દીકરો શોધી રહી છે, બહેન તેની આશા, સ્વજનોનો આક્રંદ

સળગતા ગેમઝોનમાં અનેક જિંદગી જ્વાળામાં બદલાઈ ગઈ: ખેલ ખેલમાં જિંદગીની રમત 26 લોકો હાર્યા : એક માં એ કહ્યું - મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો

 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક માતા પોતાના દીકરાને શોધી રહી છે. તે જણાવી રહી છે કે, મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો

રાજકોટની ઘટનાએ ફરી વાર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે, 26 લોકોના મૃત્યુએ લોકોને હચમચાવી નાંખ્યા છે. આજનો દિવસ ગુજરાત માટે કરૂણ સાબિત થયો છે.ઢળતી સાંજનો સમય હતો અને અચાનક 5.30 વાગે કોઈ કારણોસર ગેમઝોનમાં આગ લાગી ગઈ અને આગએ જોત-જોતામાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, ભાગદોડ મચી ગઈ. દૂર-દૂર સુધી અગનજ્વાળાઓ જોઈ શકાતી હતી. 5 કિલોમીટર સુધી આગના ધૂમાડા જોઈ શકાતા હતા. જે સળગતા ગેમઝોનમાં અનેક જિંદગી જ્વાળામાં બદલાઈ ગઈ હતી. જ્યાં કેટલાક દર્શ્યો સામે આવ્યા છે. જે ગેમઝોનમાં માતા-પિતા બાળકને મનોરંજન માટે લઈ ગયા હતાં. પરંતુ કોને ખબર હતી કે, આ મનોરંજનના નામે મોતનો ખેલ ખેલાશે ? ખેલ ખેલમાં જિંદગીની રમત 26 લોકો હાર્યા છે.

આ ગેમ ઝોનમાં કોઈએ તેનો ભાઈ ગુમાવ્યો છે, તો કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે. પરિવાર માટે આનાથી મોટી આફત કે, દુ:ખની ઘડી હોઈ જ શકે નહી તેવી ઘટના બની છે. જ્યાં કેટલા કરૂણ દર્શ્યો સામે આવ્યા છે. આગની જ્વાળા સામે ઉભા રહીને બૂમથી પોતાના સ્વજનોને પરિવારના સભ્યો પોકારી રહ્યાં છે. પરંતુ હવે પાછા કઈ રીતે એ આવી શકે કારણ કે, માસૂમોનું છેલ્લું મનોરંજન ! ખેલ ખેલવામાં જિંદગીની રમત હારી ગયા છે.એક સ્વજન કરૂણ રૂદન સાથે જણાવી રહી છે કે, મારે તો મારી બહેન આશા જવતી જ જોઈએ છે

સિવિલ હોસ્પિટલમાં એક માતા પોતાના દીકરાને શોધી રહી છે. તે જણાવી રહી છે કે, મારો દિકરાનો 3 વાગ્યા પછી ફોન નથી લાગ્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ધુમાડા ગોટા ડર લાગી જાય તેવા હતા, તે સમય અમે દોડી આવ્યા અને અંદાજે 12 જેટલા લોકોને અમે બચાવ્યા. બહુ મોટી આગની ઘટની બની ગઈ

(12:14 AM IST)