તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 26th May 2024
રાજકોટમાં બનેલ આગની દુર્ઘટના મામલે ડો. મનસુખ માંડવિયાએ દુઃખ વ્યક્ત કર્યું
આગની ઘટનામાં મૃત્યુ પામનાર ના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી: ડો. માંડવિયા રાજકોટની હોસ્પિટલના સત્તાવાળાઓ સાથે વ્યક્તિગત રીતે સંપર્કમાં રહીને ઘટના માં બનતી મદદ માટે સક્રિય

રાજકોટ TRP ગેઇમ ઝોનમાં બનેલી આગ ની ઘટના અંગે પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેડવાર ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
આગની આ ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રાજકોટ એઇમ્સ માં ઘાયલોની ઉત્તમ સારવાર થાય અને ઘાયલોની સંખ્યા વધે તો 30 આઈ સી યુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
ડો. મનસુખ માંડવિયા વ્યક્તિગત રીતે આ દુઃખદ ઘટના અંગે રાજકોટ વહીવટી તંત્ર ના સંપર્ક માં છે, રાજકોટ એઇમ્સ ના ડોક્ટરો ની ટિમ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે.અને આ ઘટના અંગે અત્યંત દુઃખ સાથે મનસુખભાઈ મંડવીયા એ જણાવ્યું છે કે, સમગ્ર ઘટના અંગે હું વ્યક્તિગત રીતે હોસ્પિટલ ના સત્તાવાળાઓ સાથે સંપર્ક માં છું અને જે પણ હોસ્પિટલમાં સારવાર માટે કઈ ઘટતું હોય તો તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો ચાલુ છે. આ ઘટના માં જવાબદારો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
