<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th May 2024

વિઝા રુટ અંગે બ્રિટનનો મોટો નિર્ણય: હવે 3 વર્ષ સુધી UKમાં રહેવાની મંજૂરી: જાણો શું થશે ભારતીય વિદ્યાર્થીઓને અસર

બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2025 સુધી વધીને 1.70 લાખ ઉપર થવાની શક્યતા

બ્રિટને તાજેતરમાં જ સ્ટડી વિઝાના દુરુપયોગને અટકાવવાને લગતી દરખાસ્તોની જાહેરાત કરી છે. જોકે તેની સાથે જ ગ્રેજ્યુએટ વિવિઝા રુટને અત્યારે જાળવી રાખશે અને તેને રિવ્યૂ પણ કરવામાં આવશે. ગ્રેજ્યુએટ રુટ ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સે પોતાના કોર્સ પૂરો કર્યાં બાદ બે વર્ષ (Phd ગ્રેજ્યુએટ્સ માટે ત્રણ વર્ષ) સુધી યુકેમાં રહેવાની મંજૂરી આપી છે, આ ગાળા દરમિયાન તેમને કામ શોધવાની તક પણ મળે છે.

આ નવા પ્રસ્તાવોથી ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સની ભરતીને રેગ્યુલેટ કરી શકાશે અને ભ્રષ્ટ એજન્ટો સામે કડક કાર્યવાહી કરી શકાશે.અનેક કિસ્સામાં એજન્ટો યુનિવર્સિટીઝને એજન્ટો માટે એક ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરી લોકોને બ્રિટિશ યુનિવર્સિટીઝમાં અરજી કરવા માટે દબાણ કરે છે.

આ અગાઉ બ્રિટીશ સરકાર તરફથી રચવામાં આવેલ માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAC)ને માલુમ થયું હતું કે UKના ગ્રેજ્યુએટ વિઝા કાર્યક્રમમાં દુરુપયોગનું લેવલ ઘણું ઓછું છે.

ગ્રેજ્યુએટ રુટ વિઝા (GRV)નું મહત્વ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખાસ રહેલ છે. કારણ કે નેશનલ ઈન્ડિયન સ્ટુડેન્ટ્સ એન્ડ એન્યુઅલ એસોસિએશન (NISAU) યુકે પ્રમાણે 70 ટકા ભારતીય વિદ્યાર્થી ઈન્ટરનેશનલ સ્ટડી અંગે સ્થળ પસંદ કરતી વખતે વર્ક એક્સપીરિયન્સની ક્ષમતાને પણ મહત્વ આપે છે.

બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2025 સુધી વધીને 1.70 લાખ ઉપર થવાની શક્યતા છે. આ સંખ્યાને જોતા બ્રિટન દ્વારા કોઈ પણ નીતિ સંબંધિત સુધારા ભારતીય વિદ્યાર્થીઓની સખ્યા પર સીધી જ અસર કરી શકે છે.

વિદેશોમાંથી વિદ્યાર્થીઓની ભરતી કરનારી સંસ્થાઓ માટે કડક નિયમો લાગૂ કરવામાં આવશે. આ દરમિયાન એવી સંસ્થાઓને સ્પોંસર લાઈસન્સથી હાથ ધોવા પડી શકે છે, જે આ પ્રકારના ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સને સ્વીકાર કરે છે-

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટીક્સ (ONS) પ્રમાણે વર્ષ 2022થી માઈગ્રેશનમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, આ ડેટાને સરકાર તરફથી કરવામાં આવેલ ફેરફારોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ નથી, જેથી માઈગ્રેશનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. ફેરફાર લાગૂ થયા બાદ લેટેસ્ટ આંકડા વિઝા એપ્લીકેશનમાં 25 ટકા ઘટાડો દર્શાવે છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અગાઉ અંદાજ લગાવ્યો હતો કે આગામી 12 મહિનામાં માઈગ્રેશન 2022ના ટોચની સપાટીથી અડધી થઈ જશે.

બ્રિટીશ સરકારમાં હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે અમે અમારા દેશના ઈતિહાસમાં લીગલ માઈગ્રેશનમાં સૌથી મોટો ઘટાડો કરવા માટે નિર્ણયાક અને જરૂરી પગલું ભર્યું છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં મુખ્ય રુટ્સ પર એપ્લિકેશનમાં આશરે ચોથા ભાગનો ઘટાડો આવ્યો છે, જ્યારે અમારા પેકેજનું સંપૂર્ણ પ્રભાવ હજુ જોવાનો બાકી છે.

આ રિફોર્મ્સના માધ્યમથી બ્રિટીશ સરકાર લીગલ માઈગ્રેશનમાં ઘટાડો કરવાની યોજના કરી રહી છે. તેનો અર્થ એ થાય છે કે ગયા વર્ષે આવેલ 3 લાખ લોકો નવા નિયમો અંતર્ગત આમ કરી શકશે નહીં.

(12:39 AM IST)