News of Monday, 27th May 2024
રાજકોટ અંગ્નિકાંડમાં સાંગણવા ગામના વિરેન્દ્રસિંહના એક જ પરિવારના ૭ સભ્યોનો ભોગ બન્યા: વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુભાઈના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા: બે સભ્યો હોસ્પિટલમાં દાખલ: ૫ સભ્યોનો પત્તો નથી
આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ સલામત સ્થળે હતા પણ પરિવારને બચાવવા જતાં તેઓ અગ્નિકાંડનો ભોગ બન્યા

રાજકોટ અગ્નિકાંડમાં દુર્ઘટનામાં સાંગણવા ગામના વિરેન્દ્રસિંહના એક જ પરિવારના ૭ સભ્યો ભોગ બન્યા છે જેમાંથી ૫ સભ્યો હાલ લાપતા છે અને બે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ સલામત સ્થળે હતા પણ પરિવારને બચાવવા જતાં તેઓ આગકાંડનો ભોગ બન્યા હતા.
રાજકોટના રીઆરપી ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 9૯ બાળકો સહિત ૩૩ લોકો આગમાં હોમાયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજકોટમાં ભયાનક બેદરકારીના આ દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે, બરબાદ બની ગયા છે.
આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુ ભાઈના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે.
સાંગણવા ગામના વિરેન્દ્રસિંહનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા.
આ પરિવારના બે સભ્યો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને ૫ સભ્યો હાલ ગુમ છે.
આ દુર્ઘટનામાં સમયે ગેમિંગ ઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમિંગ ઝોનમાં લગભગ ૩૦૦ જેટલા લોકો હાજર હતા તેમ કહેવાય છે.
આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના ડી એન એ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે. મૃતદેહોના ડી એન એ. રિપોર્ટ ૪૮ કલાકમાં આવ્યા પછી મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે..
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
