<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

'રેમાલ' બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાયું, તોફાન 4 કલાક સુધી તબાહી મચાવશે

1.5 મીટર ઉંચા તોફાની મોજાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના

ચક્રવાત રેમાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ પ્રક્રિયા ચાર કલાક સુધી ચાલુ રહેવાની આશા છે. પ્રી-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં ત્રાટકનાર આ પ્રથમ ચક્રવાત છે. હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

   આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં 27-28 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ચક્રવાત પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચે છે ત્યારે 1.5 મીટર ઉંચા તોફાની મોજાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે

  હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમીન વિસ્તારમાં ઘનઘોર વાદળો પ્રવેશી રહ્યા છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી ગયું છે. જે આગામી 4 કલાક સુધી ચાલુ રહેશે. પવનની ઝડપ 110 થી 120 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેવાની ધારણા છે અને 135 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે.

( IST)