News of Monday, 27th May 2024
મધરાતે ચક્રવાત રેમલ 130ની ઝડપે કોલકાતાના દરિયાકાંઠે ત્રાટકશે: પીએમએ સ્થિતિની કરી સમીક્ષા
લેન્ડફોલ સમયે પવનની ગતિ કલાક દીઠ 120-130 કિ.મી. હશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત

નવી દિલ્હી :બંગાળ પર 'રેમલ' વાવાઝોડાને ખતરો મંડરાઇ રહ્યો છે. આ ચક્રવાત આજે મધરાતે કોલકાતાના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. જેને લઇને ભારે તબાહી થઇ શકે છે. બંગાળના જોખમ પર પીએમ મોદીએ તાત્કાલિક બેઠક યોજી છે
એનડીઆરએફના પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે કહ્યું હતું કે આજે મધ્યરાત્રિએ ચક્રવાત રિમલ લેન્ડફોલ થવાની સંભાવના છે. આઇએમડી અનુસાર લેન્ડફોલ સમયે પવનની ગતિ કલાક દીઠ 120-130 કિ.મી. હશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.
ચક્રવાત વાવાઝોડા 'રેમલ' નો ભય ઝડપથી વધી રહ્યો છે. ઇન્ડિયા મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર સાયકલોન રિમલ આજે રાત્રે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે. હાલમાં, કોલકાતા શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાત વિશે જાગ્રત રહેવાની સલાહ આપી છે.
રાજ્યપાલ ડો.સીવી આનંદ બોસએ કહ્યુ કે પરિસ્થીતી પર સતત નજર રાખી રહ્યા છીએ. અને ચક્રવાતનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છીએ. આ વચ્ચે દિલ્હીમાં પીએમ મોદીએ પણ આ ચક્રવાતથી બચાવ કામગીરીને લઇને તૈયારીઓ પર સમીક્ષા બેઠક યોજી હતી
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
