<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

છઠ્ઠા તબક્કાનું મતદાન વધતું વધતું ૬૩.૨૭ %એ પહોંચ્યું: આંકડા હજુ પણ અપડેટ થઈ રહ્યા છે: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે ગઈ રાત્રે જાહેર કરેલા આંકડા મુજબ છઠ્ઠા તબક્કાનું મતદાન હવે ૬૩.૨૭% થયું છે. 

ચૂંટણી પંચ હજુ પણ તબક્કા-૬ના મતદાન આંકડાઓને અપડેટ કરી રહ્યું છે: ન્યૂઝફર્સ્ટ 

મતદાનના દિવસે ૨૫મીની  રાત્રે ૮ વાગ્યે છઠ્ઠા તબક્કાનું કુલ મતદાન ૫૯.૦૧% હતું; રાત્રે ૧૧ વાગે આ આંકડા વધીને ૬૦.૬૧% થયા. 

૨૬ મી એ સવારે ફરી આંકડો વધીને ૬૧.૭૬ ટકા થયો અને આજે ૨૭ તારીખે આ આંકડો જમ્પ મારીને ૬૩.૨૭% એ પહોંચ્યો છે. 

ન્યુઝ ફર્સ્ટના કહેવા પ્રમાણે ચૂંટણી પંચ હજુ પણ આંકડા અપડેટ કરી રહ્યું છે.

(9:29 AM IST)