<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

લીમડાના વૃક્ષ પર કેરીઓ ઉગીઃ જેણે જોયું એનું માથું ફરી ગયું

ભોપાલમાં મંત્રીના બંગલોમાં દેખાઈ અજાયબી, વીડિયો સોશિયલ મીડિયા પર

ભોપાલ,તા. ૨૭: મધ્‍યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અજીબોગરીબ નજારો જોવા મળ્‍યો છે. પંચાયત ગ્રામ વિકાસ અને શ્રમ વિભાગના મંત્રી પ્રહલાદ સિંહ પટેલના બંગલોમાં લીમડાના વૃક્ષ પર કેરીના ફળ લટકતા જોવા મળ્‍યા છે. મંત્રી પોતે પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને જોઈને તમામ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પણ લીમડાના વૃક્ષ પર સ્‍પષ્ટ રસદાર કેરીના ફળ લટકતા જોવા મળી રહ્યા છે. પટેલે ઈન્‍ટરનેટ મીડિયા પર વીડિયો શેર કર્યો અને લખ્‍યું કે, ભોપાલ નિવાસસ્‍થાન પર લીમડાના વૃક્ષ પર કેરીના ફળને નજીક જઈને જોયા મારું મન ખુશીથી ઝૂમી ઉઠ્‍યું. કોઈક કુશળ માળીએ વર્ષો પહેલા આ પ્રયોગ કર્યો હશે, જે આશ્ચર્યથી ઓછું નથી.

લીમડાનું વૃક્ષ લગભગ ૨૦ થી ૨૫ વર્ષ જૂનું છે અને પ્રહલાદ પટેલને આ વર્ષે જ આ બંગલો મળ્‍યો છે. મુખ્‍યમંત્રીના નિવાસસ્‍થાન બાદ રાજધાનીના તમામ બંગલોમાં સૌથી મોટો છે. B-7 બંગલો ભોપાલની પ્રોફેસર કોલોની પાસે સિવિલ લાઈનમાં આવેલો છે. તેમના બંગલોની આસપાસ મોટી સંખ્‍યામાં વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્‍યા છે.

તેમાં એક લીમડાનું ઝાડ પણ છે. આ બંગલોમાં હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ કરવા માટે પટેલ અહીં પહોંચ્‍યા હતા. આ દરમિયાન તેમની નજર એક લીમડાના ઝાડ પર પડી જેના પર કેરીના ફળ લટકી રહ્યા હતા. હકીકતમાં લીમડાના ઝાડ પર એક ડાળી આંબાની પણ છે, જે રસદાર ફળોથી ભરેલી છે. આ જોઈને તે મંત્રી પણ ચોંકી ગયા.

વનસ્‍પતિશાષાી પ્રતિભા સિંહે કહ્યું કે, એવું શક્‍ય છે કે લીમડાના ઝાડમાં આંબાનું વૃક્ષ ઉગી આવ્‍યું હોય. ઘણી વખત મોટા વૃક્ષમાં કેરીની ગોટલી પડી જાય છે તો તેનો છોડ ઉગી આવે છે અને તે મોટું વૃક્ષ બનીને ફળ પણ આપે છે.

(9:53 AM IST)