તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી બને મુખ્યમંત્રી
નીતીશ કુમારની લપસી જીભ

પટણા,તા. ૨૭: બિહારના પટનાસાહિબ લોકસભા ક્ષેત્રમાં દનિયાવામાં મુખ્યમંત્રી નીતીશ કુમારએ એક ચૂંટણી સભાને સંબોધિત કરી. આ દરમિયાન નીતીશ કુમારની જીભ લપસી તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારની તમામ ૪૦ બેઠકો અને દેશભરમાં ૪૦૦થી વધુ સીટ જીતીએ અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને, જેથી દેશનો વિકાસ થાય, બિહારનો વિકાસ થાય. નીતિશ કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે જ અને આગળ પણ રહેશે.
રેલીમાં નીતીશ કુમારે આરજેડી પર નિશાન સાધતા કહ્યું કે, આજે તેઓ કહેછે કે અમે કશું કામ નથી કર્યું, જે હળાહળ જૂઠ છે. ૨૦૦૫ પહેલા કોઈ ઘરમાથી નીકળવાની હિમ્મત સુદ્ધાં નહોતું કરતું. ખૂબ લડાઈ-ઝઘડા થતાં હતા. આરોગ્ય અને શિક્ષણની સેવાઓ કથળી ગઈ હતી. રસ્તાઓ બિસ્માર હતા.
તેમણે કહ્યું કે, જયારે હું સાંસદ હતો ત્યારે કેટલાક રસ્તાઓ હતા. બાકી બધી જગ્યાએ પગપાળા જવું પડતું હતું. મુખ્યમંત્રીએ કહ્યું, તેમણે તક મળી ગઈ પણ કોઈ કામ ના કર્યું. તેઓ અમારી વિરુદ્ધ છે એટલે બોલે છે કે અમે કોઈ કામ નથી કર્યું મુખ્યમંત્રીએ લાલુનું નામ લીધા વગર કહ્યું કે, એક માણસે ૯ દીકરા-દીકરી પેદા કર્યા.હવે દીકરા-દીકરી જ કરતાં રહે છે.જયારે અમે તેમની સાથે ગ્યાં ત્યારે ખબર પડી કે ગડબડ કરે છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
