<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ભારતમાં રસોઇયાઓને કેમ મહારાજ કહેવાય છે?

નવી દિલ્‍હી,તા. ૨૭: ભારતમાં રસોઇયાઓને મોટા ભાગે મહારાજ કે મારાજ તરીકે સંબોધવામાં આવે છે. આ શબ્‍દ ક્‍યાંથી આવ્‍યો અને ક્‍યારથી વપરાવા લાગ્‍યો એ વિશે સોશ્‍યલ મીડિયા પર કનિકા મલ્‍હોત્રા નામની એક ડાયટિશ્‍યને રસપ્રદ માહિતી શેર કરી હતી. મહારાજનો અર્થ રોયલ શેફ થાય છે અને ભારતીય સંસ્‍કૃતિમાં પાકશાષામાં પારંગત હોય તેવી વ્‍યક્‍તિ માટે આ શબ્‍દ બહુ માનથી વાપરવામાં આવે છે.

મુઘલ સામ્રાજયમાં બાવર્ચી અને રકાબદારને તેમની અદ્વુત રસોઈકળાને લીધે ખૂબ માન આપવામાં આવતું હતું. શાહી પરિવાર માટે બત્રીસ પકવાન બનાવનારા મહારાજ સતત નવા પ્રયોગો કરતા હતા. ૧૮મી અને ૧૯મી સદીમાં અવધના નવાબોએ પણ સ્‍વાદિષ્ટ લખનવી વાનગીઓ બનાવનારા રસોઇયાઓનો દરજ્જો વધાર્યો હતો. મહારાજ શબ્‍દ સ્‍વાદની દુનિયામાં તેમનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવે છે.

આ ઉપરાંત હિન્‍દુ ધર્મમાં દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવતા ભોગ પણ નિષ્‍ણાતો દ્વારા તૈયાર થાય છે એટલે સાંસ્‍કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ રસોઇયાને મહારાજ કહેવાની પરંપરા ચાલુ રહી. મહારાજ શબ્‍દથી રસોઇયાઓને એક વ્‍યાવસાયિક ઓળખ પણ મળી છે.

(9:58 AM IST)