<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

‘‘પ્રેમ ના ફુલો''

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્‍યારી સોહન,

તારો પત્ર મળ્‍યો છે. આંગળીમાં શું ચોટ મારી લીધી છે? દેખાય છે કે શરીરનું કાંઇ ધ્‍યાન નથી રાખતી. અને મનનાં અશાંત હોવાનું શું કારણ છે? આ સ્‍વપ્ન જેવા જગતમાં મનને કોઇ પણ કારણે અશાંત થવા દેવું ઠીક નથી. શાંતિ બધાંથી મોટો આનંદ છે, અને તેનાથી મોટી બીજી કોઇ પણ વસ્‍તુ નથી, જેને માટે તેને ખોઇ શકાય. આ ઉપર મનન કરજો. સત્‍યનાં તરફ સજાગ થવા માત્રથી અંતસ્‌માં પરિવર્તન થાય છે.

હું વિચારુ છું કે કદાચ મારી સેવા માટે ઉદયપુર નહીં આવી શકે, કંઇ આ કારણે જ ચિંતાતુર ન હોય. જયાં સુધી બનશે, આવવું થઇ જ જશે અને જો ન પણ આવી શકી તો દુઃખ ન લગાડતી. કારણ કે તારી સેવા મને નિરંતર જ મળતી રહે છે. કોઇનો પ્રેમ જ શું સેવા પર્યાપ્ત નથી ? આમ તો, જો તું નહીં આવી શકે તો મને ખાલી - ખાલી તો ઘણું લાગશે. હમણાં સુધી તો ઉદયપુર શિબિરની સાથે તારા સથવારાનો ખ્‍યાલ પણ જોડાયેલો છે. અને મને આશા પણ છે કે તું ત્‍યાં આવી જશે.

માણેકબાબુને પ્રેમ.

ત્‍યાં બાકી બધાંને મારા પ્રણામ કહેજે.

     -રજનીશના પ્રણામ

(10:57 AM IST)