<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજકોટમાં માતમઃ શહેરીજનો શોકાતુરઃ અડધો દિ' બજારો બંધ

ગેમ ઝોન અગ્નિકાંડઃ ગઇકાલે કેન્‍ડલ માર્ચ નીકળ્‍યા બાદ આજે વેપારીઓએ સ્‍વયંભૂ બંધ રાખી દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવી

રાજકોટ : રાજકોટમાં શનિવારે બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ૩૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા. મૃતકોની ઓળખ મેળવવા માટે સેમ્‍પલને ડીએનએ ટેસ્‍ટ કરાવવા માટે મોકલવામાં આવ્‍યા છે. આ અગ્નિકાંડના ઘેરા પડઘા પડયા હતા. નરેન્‍દ્રભાઇ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ઘટના અંગે દુઃખ વ્‍યકત કર્યું હતું. જ્‍યારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ અને ગૃહરાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી શનિવારે રાજકોટ દોડી આવેલ અને કસુરવાનો વિરૂધ્‍ધ કડક કાર્યવાહીના આદેશો આપ્‍યા હતા. આ ઘટનામાં અવસાન પામેલ લોકોને શ્રધ્‍ધાંજલી પાઠવવા કોંગ્રેસ - આપ દ્વારા ગઇકાલે બહુમાળી ચોકથી કેન્‍ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં શકિતસિંહજી ગોહિલ, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ જોડાયા હતા. જ્‍યારે આજે શહેરના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પવા અડધો દિવસ બજાર બંધ રાખવામાં આવી હતી. આમાં હોલસેલ ટેકસટાઇલ માર્કેટ, ગુંદાવાડી મર્ચન્‍ટ એસો., દાણાપીઠ એસો., સોનીબજાર સહિતના વેપારીઓ બંધમાં જોડાયા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:16 PM IST)