<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

શેરબજાર શિખરે પણ ૧૦માંથી ફકત ૧ શેર ઓલટાઇમ હાઇ

૧૨૨૪ કંપનીઓમાંથી ફકત ૧૪૦ કંપનીઓના શેર જ લાઇફ ટાઇમ હાઇ પર

 

મુંબઈ, તા.૨૭: આ સપ્તાહે ભારતીય શેરબજારમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. સેન્સેકસ ૭૮,૦૦૦ સુધીના આંકડાને સ્પર્શી શકે છે. નિષ્ણાતોના મતે, સેન્સેકસ-નિફ્ટી ટેકનિકલ ચાર્ટ પર આ સપ્તાહ માટે સકારાત્મક અને બુલિશ છે. જો કે આ સપ્તાહ બાદ ૧લી જૂને એકિઝટ પોલ અને ૪ જૂને સામાન્ય ચૂંટણીના પરિણામો આવશે, જે બજારને નવી દિશા આપશે. તેથી નિષ્ણાતો રિટેલ રોકાણકારોને અત્યારે સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે. આ અઠવાડિયે ભારતીય શેરબજારની દિશા કંપનીઓના ત્રિમાસિક પરિણામો, ભારત અને અમેરિકાના માર્ચ કવાર્ટરના જીડીપીના આંકડા અને વિદેશી રોકાણકારોના વલણના આધારે નક્કી કરવામાં આવશે. ભારતીય બજાર હાલમાં વિક્રમી ઊંચાઈએ છે, છતાં આ વધારો વ્યાપક બજાર (સમગ્ર બજાર) સુધી પહોંચ્યો નથી. BSE ઓલ-કેપ ઈન્ડેકસમાં સમાવિષ્ટ ૧૨૨૪ કંપનીઓમાંથી માત્ર ૧૧્રુ એટલે કે ૧૪૦ કંપનીઓ તેમની સર્વકાલીન ઉચ્ચ સપાટીની નજીક છે. માત્ર ૩૯% લાર્જ-કેપ કંપનીઓ, ૨૪% મિડ-કેપ અને માત્ર ૭% સ્મોલ-કેપ કંપનીઓ તેમના જીવનકાળના ઉચ્ચતમ સ્તરે છે. BSE ઓલ-કેપ ઇન્ડેકસની ૫૫% અથવા ૬૬૨ કંપનીઓ તેમની સર્વકાલીન ઉચ્ચતમ ૨૦% થી નીચે છે.

ત્રિમાસિક પરિણામોઃ કંપનીઓના માર્ચ કવાર્ટરના પરિણામો તેમના અંતિમ તબક્કામાં છે. આ સપ્તાહે LIC, ટાટા સ્ટીલ વગેરેના પરિણામો આવશે. જીડીપી ડેટા અમેરિકામાં માર્ચ કવાર્ટરના જીડીપી ડેટા ગુરુવાર, ૩૦ મેના રોજ જાહેર કરવામાં આવશે, જ્યારે ભારતમાં માર્ચ કવાર્ટરના વૃદ્ધિ દરના ડેટા ૩૧ મેના રોજ જાહેર કરવામાં આવશે. વિદેશી રોકાણકારોૅં મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું છે, પરંતુ છેલ્લા બે સત્રમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ બંધ થઈ ગયું છે.

(12:12 PM IST)