News of Monday, 27th May 2024
ફાઇનલમાં હૈદરાબાદ ફસકી ગયું, KKR ત્રીજી વખત ચેમ્પિયન
હૈદરાબાદની આખી ટીમ માત્ર ૧૧૩ રનમાં ઓલઆઉટ, કોલકતાએ ૧૦ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો : વેંકટેશ ઐય્યરની ફીફટી : ચેમ્પિયન ટીમને ૨૦ કરોડ તો રનર્સ અપ ટીમને ૧૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા

નવી દિલ્હી તા. ૨૭ : આઈપીએલની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ હરાવી આઈપીએલના ઈતિહાસમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૧૮.૩ ઓવરમાં માત્ર ૧૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના જવાબમાં કોલકાતાની ટીમે ૧૦.૩ ઓવરમાં બે વિકેટે ૧૧૪ રન નોંધાવી વિજય મેળવ્યો છે. આ પહેલા કોલકાતાની ટીમ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૯માં ચેમ્પિયન બની હતી.
કોલકાતા બેટરોએ
હૈદરાબાદના બોલરોને ધોયા
કોલકાતાની ટીમે બીજી ઓવરમાં સુનીલ નારાયણની વિકેટ ખોઈ હતી, જોકે ત્યારબાદ રહમાનુલ્લા ગુરબાજ અને વેંકટેશ ઐય્યરની વિસ્ફોટ બેટીંગ જોવા મળી હતી. સુનીલ નારાયણ ૬ રને આઉટ થયો હતો. ગુરબાજે ૩૨ બોલમાં ૫ ફોર અને ૨ સિકસ સાથે ૩૯ રન, વેંકટેશ ઐય્યરે ૨૬ બોલમાં ૪ ફોર અને ૩ સિકસ સાથે અણનમ ૫૨ રન, શ્રેયસ ઐય્યરે ૩ બોલમાં ૧ ફોર સાથે અણનમ ૬ રન નોંધાવ્યા હતા.
કોલકાતા બેટરોએ હૈદરાબાદના બોલરોને ધોયા
મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોનો ફલોપ શો બાદ બોલરોનું પણ કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોલકાતાના બોલરોએ તરખાટ મચાવ્યા બાદ ટીમના બેટ્સમેનોએ પણ વિસ્ફોટ બેટિંગ કરી હતી. હૈદરાબાદનો ટી.નટરાજને સૌથી ખર્ચાળ બોલિંગ કરી બે ઓવરમાં ૨૯ રન આપી બેઠો હતો, જ્યારે ભુવનેશ્વર કુમારે બે ઓવરમાં ૨૫ રન આપ્યા હતા. ટીમ તરફથી પેટ કમિન્સ અને શાહબાજ અહેમદે ૧-૧ વિકેટ ખેરવી હતી.
હૈદરાબાદના બેટરોનું
ફલોપ પ્રદર્શન
આજની ફાઈનલમાં મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોનં ફલોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ તરફથી પેટ કમિન્સના ૨૪, એડન માર્કરામના ૨૦, હેનરીક કલાસેન ૧૬, નિતિશ કુમાર રેડ્ડીએ ૧૩ રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના તમામ બેટ્સમેનો ડબલ ડિઝિટ રન પણ કરી શક્યા ન હતા.
કોલકાતાના બોલરોનો તરખાટ
મેચ શરૂ થતાની સાથે જ કોલકાતાના બોલરો હૈદરાબાદ ટીમ પર હાવી બની ગયા હતા. હૈદરાબાદના ૫૦ રન પુરા થાય તે પહેલા બોલરોએ ચાર વિકેટ ખેરવી નાખી હતી. આજની મેચમાં આંદ્રે રસેલનો તરખાટ જોવા મળ્યો હતો, તો તમામ બોલરોએ પણ મહત્વું યોગદાન આપ્યું હતું. કોલકાતા તરફથી આંદ્રે રસેલની ત્રણ, મિશેલ સ્ટાર્ક અને હર્ષિક રાણાની બે-બે, વૈભવ આરોરા, સુનીલ નારાયણ અને વરૂણ ચક્રવર્તીની એક-એક વિકેટ
પેટ કમિન્સે ટોસ જીતી
બેટિંગ પસંદ કરી
આ પહેલા હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની મેચોની નોંધ લઈએ તો હૈદરાબાદ સામે કોલકતાની પલડું ભારે જોવા મળ્યું છે. બંને ટીમે વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૨૭ મેચો રમાઈ છે, જેમાંથી કોલકાતાએ ૧૮ તો હૈદરાબાદે નવ મેચ જીતી છે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
