<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઇટાલીમાં ક્રુઝ પર ચાર દિવસીય ઉજવણી:અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ થયું શેર

પ્રી વેડિંગ ફંક્શન માટે મહેમાનો ઈટલી સિસિલીના શહેર પલેર્મોમાં જોડાશે :29મીએ ક્રૂઝ પર ફંક્શન વેલકપ લંચ થીમથી શરૂ થશે:સાંજે થીમ 'તારોં વાલી રાત' જે આગામી દિવસ 'એ રોમન હોલિડે' થીમ સાથે આગળ વધશે

મુંબઈ :રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આગામી જુલાઈ મહિનામાં મંગેતર રાધિકા મર્ચન્ટની સાથે આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે તે પહેલા અંબાણી પરિવાર દ્વારા ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કપલનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન હશે.

આ ક્રૂઝ ઈટલીથી ફ્રાન્સ સુધીની યાત્રા માટે નીકળશે અને આ દરમિયાન અંબાણી પરિવાર દરિયાની વચ્ચે જશ્ન મનાવતા જોવા મળશે. હવે ઈટલીમાં ક્રૂઝ પર યોજાનારા આ ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફંક્શન 29 મેથી 1 જૂન સુધી ચાલશે. વ્હાઈટ અને બ્લૂ કલરના આ કાર્ડ પર લખેલું છે કે, 'લા વિટે ઈ અન વિયાજીયો'. 'જેનો અર્થ છે જીવન એક યાત્રા છે.' 'આ દિવસો જ્યારે મિત્રો એક સાથે આવશે, તો આ જીવનભર રોમાંચ હશે.' આ કાર્ડ સેલેબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

 

આ કાર્ડ પ્રમાણે, પ્રી વેડિંગ ફંક્શન માટે મહેમાનો ઈટલી સિસિલીના શહેર પલેર્મોમાં સામેલ થશે. 29 મેના રોજ બધા ક્રૂઝ પર સામેલ થશે. આ દરમિયાન ક્રૂઝ પર ફંક્શન વેલકપ લંચ થીમથી શરૂ થશે. સાંજે થીમ 'તારોં વાલી રાત' જે આગામી દિવસ 'એ રોમન હોલિડે' થીમ સાથે આગળ વધશે. 30 મેની રાતની થીમ 'લા ડોલ્સે ફાર નિએન્ટે' અને રાત્રે 1 વાગ્યે 'ટોગા પાર્ટી' થશે. આગામી દિવસની થીમ 'વી ટર્ન્સ વન અંડર ધ સન', 'લે માસ્કરેડ', 'પાર્ડન માઈ ફ્રેન્ચ' છે.

આ ફંક્શનના છેલ્લા દિવસે 'લા ડોલ્સે વીટા' હશે, જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ હશે. આ કાર્ડ પથી ફેન્સ આ ફંક્શનની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.

(12:55 PM IST)