News of Monday, 27th May 2024
સુરત તક્ષશિલા અગ્નિકાંડની જેમ રાજકોટની ઘટનાની તપાસ - પગલાનું ફિંડલુ વળી જશે ?
તક્ષશિલા અગ્નિકાંડ - બાદ રાજકોટના ૫ ધારાશાસ્ત્રીઓએ કરેલ PIL નો જવાબ આપવામાં સરકાર - કોર્પો.નું પ વર્ષ પછી પણ ભેદી મૌન : જો સરકાર - કોર્પોરેશન જાગૃત હોત તો ૩૦ માસુમ જીંદગીઓ બચી ગઇ હોત : જવાબદારો સામે કડક પગલા લેવા માંગ

રાજકોટ, તા.૨૭: ટીઆરપી ગેમઝોન -રાજકોટ અગ્નીકાડ સદર્ભે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો રીટ દાખલ કરી એ પહેલા સુરત તક્ષશીલા અગ્નીકાંડ - ૨૦૧૯ બનાવ બન્યા ના થોડા જ દિવસોમા રાજકોટના પાચ(૫) નામાંકીત વકીલોએ પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા કરવાની ભાવનાથી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર તથા તમામ મ્યુનીસીપલ કોર્પારેશન સહીતની સરકારી સસ્થાઓ વિરૂઘ્ધ મુખ્યત્વે આવા બનાવ અગે જાહેર હીતની અરજી દાખલ કરેલ છે જે હાલ પણ રીટ પીટીશન (પીઆઈએલ) ન. ૧૮૨/૨૦૧૯ થી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડીગ છે.
આ અગેની ટુકમા હકીકત જોઈએ તો બરાબર આજથી પ વર્ષ પહેલા એટલે કે તા. ૨૪/૦૫/૨૦૧૯ના દિવસે સુરતની હ્રદયદ્રાવક 'તક્ષશીલા કલાસીસ અગ્નીકાડ' મા ૨૨ જેટલા કુમળા વિધાર્થીઓ હોમાઈ ગયા હતા.
ઉપરોકત બનાવથી સમસમી ગયેલા રાજકોટના પાચ પ્રખર ધારાશાસ્ત્રીઓ, શ્રી વિનેશભાઈ કે. છાયા, શ્રી શ્યામલભાઈ સોનપાલ, શ્રી આનંદભાઈ જોષી, શ્રી ધર્મેશભાઈ ચોકસી તથા શ્રી રવિભાઈ ધ્રુવએ પોતે પક્ષકાર તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી લાવેલ જેમા નામદાર ગુજરાત હાઈકોર્ટએ તમામ પક્ષકારો વિરૂઘ્ધ નોટીસ પણ ઈશ્યુ કરી હતી.
ઉપરોકત જાહેર હીતની અરજીની ટુકમા વિગતો જોઈએ તો ગુજરાતમા અંદાજિત ૩૫,૦૦૦/- જેટલી બહુમાળી ઈમારતો તેમજ અગણીત લો-રાઈઝ ઈમારતોમા હજારો લોકોની અવરજવર થતી હોય છે. આવી બિલ્ડીગ્સના બાંધકામ પરવાનગી લઈને વપરાશના દાખલા સુધીની તમામ કાર્યવાહીમા અને ત્યારબાદ પણ સુરક્ષાને લગતા કાયદાનુ પાલન કરવાની કોઈ દરકાર કરવામા આવતી નથી. અને છાશવારે આગ, આખી બીલ્ડીંગ કે બીલ્ડીંગના અમુક મજલાનુ ઘસી પડવુ, લીફટ તુટી પડવાના કે તેમા લોકોના ફસાઈ જવાથી મૃત્યુ થવા વિગેરે જેવી દુર્ઘટનાઓ બનતી હોય છે, અમારી દ્રઢ માન્યતા છે કે, Comprehensive General Development Control Regulations - ૨૦૧૭ નો યોગ્ય અમલ કરવામા આવે તો આવી અનેક દુર્ઘટનાઓ તથા તેવી દુર્ઘટના મા થતા મૃત્યુ દર મા ધરખમ ઘટાડો લાવી શકાય તેમ છે.
એડવોકેટસ સભ્યોના 'વોટસએપ' ગૃપમા કોઈ એક સભ્ય એ ૨૪-૫-૨૦૧૯ ના રોજ સુરતમા થયેલી દુર્ઘટનામા થયેલા કાર્યવાહીના નાટક સામે આકોશ વ્યકત કરીને કાઈક ઠોસ કદમ ઉઠાવવા ઈચ્છા વ્યકત કરતા તે ઈચ્છાને મજબુત ઈરાદામા બદલી પ(પાચ) એડવોકેટસ એ સાથે મળીને આ મજબુત ઈરાદાને અમલમા મુકી ગુજરાત હાઈકોર્ટમા જાહેર હીતની અરજી કરેલ છે જે અરજીના પ્રતિભાવમા ગુજરાત હાઈકોર્ટના નવનિયુકત ચીફ જસ્ટીસ શ્રી વિક્રમ નાથ અને જસ્ટીસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠ એ પ્રથમ હીયરીગમા જ પોતાનો કડક દ્રષ્ટિકોણ જાહેર કરતા સરકારી વકીલને તા.૧૦/૧૦/૨૦૧૯ એ જવાબ આપવાની તેયારી સાથે ગુજરાતના ગૃહ સચિવ, ડો.જી.પી., તમામ પોલીસ કમીશનરો, શહેરી વિકાસ મત્રાલયના સચિવશ્રી, મ્યુનીસીપલ કમીશનરો, ચીફ ફાયર ઓફીસરો, સહીત રપ(પચ્ચીસ) પક્ષકારોને હાજર થવા નોટીસ ઈશ્યુ કરેલ.
ન્યાયીક વ્યવસ્થા ના મુળભુત હેતુને સિઘ્ધ કરી જાહેર જનતા સુધી ન્યાય પહોચે તેવા શુભ આશયથી આ જાહેર હીતની અરજી કરવામા આવેલ છે જેમા રાજકોટના વિદ્દાન વકીલો શ્રી વિનેશભાઈ કે. છાયા, શ્રી શ્યામલભાઈ સોનપાલ, શ્રી ધર્મેશ વાય. ચોકસી, શ્રી રવીભાઈ બી. ધ્રુવ, તેમજ શ્રી આનંદભાઈ બી. જોષી એ પોતે જ પીટીશનર થઈ કોર્ટ સમક્ષ ઉપરોકત જાહેર હીતની અરજ કરેલ છે જેમા કેટલીક મહત્વની બાબતો માટે દાદ માગવામા આવેલ છે જે નીચે પ્રમાણે છેઃ
(૧) Comprehensive General Development Control
Regulations - 2017ની કલમ ૨૨નો કડકપણે અમલ કરાવવો કે જેમા
'ફાયર પ્રીવેન્શન એન્ડ સેફટી' ને લગતા તમામ નિયમોનો સમાવેશ કરવામાઆવેલ છે જો આ નિયમોનુ વ્યવસ્થિત પાલન કરવામા આવે તો અસાધારાણ સંજોગોને બાદ કરતા આગની દુર્ઘટના બનવા ની શકયતા ખુબ જ ઓછી થાય તેમ જ જાનહાની થવાની સભાવના નહીવત રહે.
આ કલમ રરના પાલનથી જે રીતે ઈમારતોમા સીક્યોરીટીની વ્યવસ્થા કરવા ચોકીદાર રાખવામા રાખવામા આવે છે તે રીતે åìÃ'Ë
Protection Consultant on Record (FPCOR) ની નીમણુક કરવી જોઈએ, સંકટ સમયે બિલ્ડીંગની બહાર જવાના રસ્તાના નિયમો, લીફટ અંગે સામાન્ય નીયમો, વિગેરે રૂલ ૨૨.૧ થી ૨૨.૩૦ સુધીના નિયમો અંગે જોગવાઈઓ કરવામા આવેલ છે જેનુ પાલન કરવામા આવે તો આવી દુર્ઘટનાઓમા જાનહાનીનો આંકડો ઘટાડી શકાય તેમ છે.
(૨) 'ફાયર સેફટી સર્ટીફીકેટ' અંગેની જોગવાઈઓનો કડક અમલ થવો જોઈએ અને આવા સર્ટીફીકેટ ઈશ્યુ થયા પછી તેની ક્રોસ વેરીફીકેશન પ્રકારની પ્રકીયા કરવાની સતા પોલીસને સોપવી જોઈએ તથા આવી જોગવાઈનો અમલ ન કરનાર બીલ્ડર કે મીલકતનો માલીક-કબજેદારને પોલીસ ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરી શકે તેવી માર્ગદર્શીકા આપવી..
(૩) section 18, 19, 21, 24, 25, 26, 35, 36, 37 etc. of Gujarat Fire Prevention And Life Safety Measure Act, 2013, હેઠળની પોતાની સતા નો યોગ્ય ઉપયોગ કરવા સામાવાળાઓને તાકીદ કરવી,
(૪) વાર્ષીક મેઈન્ટેનન્સ સર્ટી. ડેમોન્સ્ટ્રેશન કર્યા પછી ઈશ્યુ કરવા અધીકૃત
અધીકારીઓને ડાયરેકશન આપવા...
(૫) ભુંકપ જેવી કુદરતી આફતોનો પ્રતિકાર કરવા યોગ્ય માર્ગદર્શીકા આપવી, અને આવી માર્ગદર્શીકાનુ પાલન ન કરનાર સામે ફોજદારી કાર્યરીતી સહીતાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી...
(૬) અત્યાર સુધી આવી દુર્ઘટના નો ભોગ બનનાર મૃત્યુ પામનારના
સગા-વહાલા કોઈ ને સીધી જ પોતે પોલીસ ફરીયાદ કરી શકે તેવી જોગવાઈ ન હોઈ આવી દુર્ઘટના વખતે સીનીયર અધીકારી પોતાની સતાનો ઉપયોગ કરી પોતે ફરીયાદી બને ત્યા સુધી ભોગ બનનાર ના કુટુબીજનોએ રાહ જોવી પડતી હતી તેના બદલે ભોગ બનનાર ના કૂટુબીજનો સીધા જ ફોજદારી ફરીયાદ કરી શકે તેવી માર્ગદર્શીકા આપી અથવા જરૂરી કાયદામા ફેરફાર કે સુધારા કરવા...
(૭) જવાબદાર અધીકારીઓ સામે પગલા લેવામા અને ન્યાયીક કાર્યવાહી કરવા માંગતા અધીકારીઓને રાજકીય દબાણ નો ભોગ ન બનવુ પડે તે માટે કોઈપણ દુર્ઘટના માટે કારણભુત નીયમભગ કરનાર બીલ્ડર, માલીક કે કબજેદાર, અને આવા નિયમોનુ પાલન કરાવવામા બેદરકારી દાખવનાર સરકારી અધીકારીને સીધા જ જવાબદાર ગણી તેની વિરૂઘ્ધ દીવાની કાર્યવાહીના બદલે ફોજદારી કાર્યવાહી કરવા કાયદામા સુધારો કરવા કે માર્ગદર્શીકા સ્થાપીત કરવા...
(૮) ભોપાલ ગેસકાંડ જેવી દુર્ઘટના વખતે ભોગ બનનારના કુટુંબીજનોને વળતર મળી રહે તે માટે ઘડવામા આવેલ પબ્લીક લાયેબીલીટી ઈન્શ્યોરન્સ એકટ ૧૯૯૧ મા સુધારો કરી અને તેનો વ્યાપ વધારી આવી દુર્ઘટનાનો ભોગ બનનારના કુટુંબીજનોને વ્યવસ્થિત લાભ મળી રહે તે માટે માર્ગદર્શીકા સ્થાપીત કરવી..
જેમ કે, દુર્ઘટનામા મૃત્યુ પામનારના કુટુંબીજનો ન ન્યાયીક પ્રક્રીયા પુરી થાય તે પહેલા જ મોટી રકમ નુ વળતર રાજય સરકાર તાત્કાલીક ચુકવી આપે અને દુર્ઘટના માટે જવાબદાર પાસેથી પોતાની રીતે વળતરની રકમ વસુલ મેળવે..તે માટે એવી પોલીસી(નીતી) ઘડવી કે જેમા ફેટલ એકસીડેન્ટ એકટ ૧૮૫૫મા સુધારા કરી વળતર આપવાની કાર્યવાહી પુરો કરવાની ચોકકસ સમયમર્યાદા બાંધીને વળતરની કાર્યવાહી પુરી કરવામા આવે... તેમજ આવી કાર્યવાહી ઝડપથી પુર્ણ કરવા માટે 'ફાયર સેફટી ટ્રીબ્યુનલ' બનાવવામા આવે..
(૯) ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર રેગ્યુલેશન એકટ-૨૦૧૩ ની કલમ ર૭૪ મા સુધારો કરી બેદરકાર કબજેદાર, માલીક-બીલ્ડરને આપવામા આવેલ ઓકયુપેન્સી સર્ટીફીકેટ રદ કરવા સતા આપવામા આવે...
(૧૦) જીવનની સલામતીના સંદર્ભમા શાળાઓ અને કોચીંગ સંસ્થાઓ દરેક શૈક્ષણીક સસ્થાઓ, હોટલ વાણીજય અને રહેણાક ઈમારતોનુ નિયમન કરવુ...
(૧૧) ગ્લોબલ વોર્મીગના કારણે વધતી ગરમી, તેના આધારે સમગ્ર ગુજરાતમા એર કન્ડોશનરના વેચાણમા થતો ઘરખમ વધારો જેના પરીણામે વધતો વીજ વપરાશ અને આ વધતા વીજ વપરાશના કારણે વીજ સબસ્ટેશનો પર વધતો બોજો, વીગરેને કારણે આગની વધતી શક્યતાઓ સામે વીજ કંપની કોઈ અગમચેતીના કે સાવચેતીના પગલા ભરતી નથી....
(૧૨) લગ્ન માટેના હોલ, ગેરકાયદેસરની કોચીંગ સંસ્થાઓ, ભોજન સમારંભોના સંચાલન, રાજકીય જાહેર સભાઓ, મેળાઓ, ફન ફેર, સર્કસ, જાદુઈ શો, વિગેરે જેવા સ્થળો એ કે જયા ઘણી મોટી સંખ્યામા લોકો નિર્ધારીત સમયે એકઠા થાય છે આવા ગેરકાયદેસરના કોમ્યુનીટી હોલ, શાદોઘર, બારાત ઘર જેવા લાયસન્સ વગર ચાલતા આયોજનો અને સંબંધિત વિભાગ કોઈપણ કાર્યવાહી કરવામા નિષ્ફળ નીવડતી હોઈ ખુબ જ મોટા પ્રમાણમા લોકોના જીવ જોખમમા મુકાય છે.
આવા અનેક ગેરકાયદેસરના કૃત્યો માત્ર આર્થીક લાભના હેતુથી કરવામા આવતા હોઈ અને જેની સામે પગલા લેવાના અધીકાર અગે કોઈ સ્પષ્ટ અને કેન્દ્રવર્તી જોગવાઈઓ ન હોઈ આવા બનાવો બન્યા જ કરે છે થોડા દિવસો ઉહાપોહ થાય, મીડીયા-પ્રેસમા હોબાળો મચે પછી પુર ઓસરી જાય તેમ શાંતી છવાઈ જાય અને લોકો પાછા મુળ સ્થીતીમા આવી જતા હોય છે.
જેથી રાજકોટ ના પ(પાચ) વકીલોએ આ જાહેર હીતની અરજી કરતા હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અખત્યાર કરવામા આવેલ છે અને અગાઉ અન્ય લોકોએ કરેલ આ જ પ્રકારની જાહેર હીતની અરજને સમગ્ર ગુજરાત સાથે સાંકળી લઈ સાથે જ ચલાવી તેનો ન્યાય નિર્ણય કરવા હુકમ ફરમાવી કાર્યવાહી કરવા પગલા ભર્યા છે.
ઉપરોકત જાહેર હીતની અરજીમા મુખ્ય પ્રાર્થના એ હતી કે 'ગુડ ફેઈથ' ના નામ જવાબદારીમાથી છટકી જતા સરકારી કર્મચારીઓ, અધીકારીઓ અને ઉચ્ચ અધીકારીઓની જવાબદારી આવા બનાવોમા ફીક્ષ થવી જોઈએ.
સદરહુ જાહેર હીતની અરજીમા તમામ પ્રતિપક્ષકારોને નોટીસ બજી ગયા બાદ છેલ્લા પાચ વર્ષથી રાજકોટ મ્યુ. કોર્પોરેશન સહીત કોઈપણ પક્ષકારએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગદ ઉપર જવાબ રજુ કરેલ નથી જે ઘણુ સુચક છે. તાજેતરનો રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનવાળા નીંદનીય બનાવની
હનીફ ખત્રી બેતાબ-લતીપુરમોડી રાત્રે સદરહુ વકીલો પૈકી એડવોકેટ શ્રી વિનેશ કે. છાયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ને ઈમેઈલ કરી તાકીદના પગલા ભરવા સાથે એવુ જણાવેલ કે બનાવના દિવસે સવારે જમ્યુ. કોર્પોરેશન દ્વારા રૂા.૧૮.૭૦ કરોડ જેવી માતબર રકમનો રેકડબ્રેક ટેક્ષ વસુલવામા આવ્યો હોવાના સમાચાર જાણ્યા અને એ જ સંસ્થા વિશે થોડા કલાકો બાદ એવા સમાચાર આવ્યા કે રાજકોટના જ કોઈપણ મંજુરી વગર ધમધમતા અને મ્યુ. કોર્પો.ના અધીકારીઓની મીઠી નઝર હેઠળ રોજનો લાખોનો વેપાર કરતા ટીઆરપી ગેમઝોનમા બાળકો સહીત ૨૬ લોકો અગ્નીકાંડમા હોમાઈ ગયા.
ફાયર સેફટીના નીયમોનો ભંગ કરીને, કે કોઈપણ જાતના લાયસન્સ કે એનઓસી મેળવ્યા વગર સતના આધારે ટીઆરપી ગેમઝોન નામની કોમર્શીયલ હેતુવાળી સંસ્થા ચાલી રહેલ હતી. જેના ઉપરથી એવુ ફલીત થાય છે કે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનને લોકો પાસેથી ફંડ એકત્રીત કરવામા વધારે રસ છે નહી કે નાગરીકોની સુખાકારી, સુવીધાનુ ઘ્યાન રાખવામા કે નાગરીકોની સુરક્ષા પ્રત્યે ઘ્યાન આપવામા. તદુપરાત વકીલશ્રી વિનેશ કે. છાયાએ પોતાના ઈમેઈલમા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને આ બનાવને તાત્કાલીક સુઓ મોટો કાર્યવાહી કરવામા આવે અને તક્ષશીલા અગ્નીકાંડ સંદર્ભેની જાહેર હીતની અરજી સાથે જ એ કાર્યવાહી ચલાવવામા આવે.
અંતમા જાહેર હીતની અરજી કરનાર પાંચેય ધારાશાસ્ત્રીશ્રીઓએ જણાવેલ છે કે એક વકીલ તરીકેની અમારી પણ સમાજ પ્રત્યેની નૈતીક ફરજના ભાગરૂપે અમો આવા બનાવો અટકે એવા કડક નિયમો અમલમા આવે તે માટે છેલ્લી ઘડી સુધી કાયદાની મર્યાદામા રહીને પ્રયત્નો ચાલુ રાખીશુ એવી ખાતરી આપીએ છીએ.
સ્તબ્ધ આખુ રાજકોટ
સસ્તા છે જીવન અહીં મોંઘા કિન્તુ વોટ છે,
રંગીલું છે ભાઇ! આ તો રાજકોટ છે!
રમતાં રમતાં ભડું થઇ ગઇ
આ માસુમ આશ કોની છે?
ઓળખાતી પણ નથી મિત્રો
આ કાળી કાળી લાશ કોની છે?
કહેવુંકોને જઇને લાગી કાળજે કેવી ચોટ છે?
સ્તબ્ધ આખેઆખું આજે તો રાજકોટ છે!
હતો અમૂલ્ય એક એક જીવ,
અમૂલ્ય એથી પણ એની રાખ છે
પણ સરકારી કિંમત શું મડદાંની
બસ ત્રણ ચાર કે પાંચ લાખ છે?
પૂરી શકે ખોટ સ્વજનની એવી પણ શું કોઇ નોટ છે?
નાક છે ગુજરાતનું ભાઇ! આ તો રાજકોટ છે!
રડતાં રડતાં છેવટે દોસ્ત! મારા
આ આંસુઓ પણ ખૂટી જશે
કોઇ વહેલા તો કોઇ મોડા ભાઇ!
ગુનેગારો કાયમ જેમ છૂટી જશે!
શાસકો છે શાણા બહુ, પ્રજાબિચારી ભોટ છે,
રંગીલું છે ભાઇ! આ તો રાજકોટ છે!
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
