<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સગીરને બચાવવા માટે ડોક્ટરોએ બ્લડ સેમ્પલ ડસ્ટબીનમાં ફેંકી દીધા:ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અકસ્માતના દિવસે સગીર આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સસૂન હોસ્પિટલમાં લઈ જવાયા :પ્રાથમિક રિપોર્ટમાં લોહીમાં આલ્કોહોલ નહીં જણાતા શંકા ઉભી થઇ હતી

  

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક સગીર દ્વારા તેમની લક્ઝુરિયસ કારથી કચડીને બે લોકોની હત્યા કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પુણે ક્રાઈમ બ્રાન્ચે બે ડોક્ટરોની ધરપકડ કરી હતી, જેમના પર સગીરનો જીવ બચાવવા માટે તેના બ્લડ રિપોર્ટ સાથે ચેડા કરવાનો આરોપ છે.

   પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે દાવો કર્યો હતો કે સાસૂન જનરલ હોસ્પિટલના ડૉક્ટરોએ આરોપી સગીરનું લોહીનું સેમ્પલ લીધું હતું, પરંતુ તેને બચાવવા માટે સેમ્પલ બદલીને સગીરનું સેમ્પલ ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

  પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સગીરના પુત્રએ અકસ્માતના દિવસે ડોક્ટરોને ફોન કરીને પૈસાની લાલચ આપી હતી અને બ્લડ રિપોર્ટ બદલવા માટે કહ્યું હતું.

  અકસ્માતના દિવસે સગીર આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીંથી મળેલા પ્રાથમિક રિપોર્ટમાં લોહીમાં આલ્કોહોલ ન હોવાનું જણાવાયું હતું. આ અંગે શંકા હતી.

 પોલીસે આ કેસમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સગીરના પિતા અને દાદાની ધરપકડ થઈ ચૂકી છે. દાદા પર આરોપ છે કે તેણે દોષ લેવા માટે અન્ય ડ્રાઈવરને તૈયાર કર્યા હતા.

આ કેસ દેશમાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે અકસ્માત બાદ સગીરને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને ટ્રાફિક નિયમો પર 300 શબ્દોનો નિબંધ લખવા અને થોડા દિવસો માટે ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાની સજા સંભળાવી. જ્યારે દેશમાં હંગામો થયો ત્યારે પોલીસ અને સરકાર એક્શનમાં આવી અને હવે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે

(1:39 PM IST)