<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જયપુરથી મુંબઈ આવતી ફ્લાઈટના ટોઈલેટમાં ધુમ્રપાન કરવાનો આરોપ :પેસેન્જરની ધરપકડ

સહાર પોલીસે રાજસ્થાનના રહેવાસી અર્જુન રામ થાલોરની ધરપકડ કરી

   

જયપુરથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના ટોઈલેટમાં ધૂમ્રપાન કરવા બદલ સહાર પોલીસે એક મુસાફરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા મુસાફરનું નામ અર્જુન રામ થાલોર છે. આરોપી રાજસ્થાનનો રહેવાસી છે. પ્લેનમાં મુસાફરી કરતી વખતે તે ટોયલેટમાં છુપાઈને ધૂમ્રપાન કરતો હતો. જ્યારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો ત્યારે મુંબઈની સહાર પોલીસે તેની ધરપકડ કરી હતી.

   ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જામીન મળી ગયા હતા. સહાર પોલીસે આરોપી થલોર વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને એરક્રાફ્ટ એક્ટની કલમ 25 (વિમાનમાં ધૂમ્રપાન) હેઠળ કેસ નોંધ્યો હતો

(1:58 PM IST)