News of Monday, 27th May 2024
વનસ્પતિથી વિવિધ રોગો પર કાબુ મેળવે છે દર્શનાબેન તંતી
ગૃહિણીથી માંડીને હર્બલ પ્રેકિટશનર સુધીની આત્મનિર્ભર સફર : પતિ હિતેષભાઇ તંતીને કોરોના થયો ત્યારે ડોક્ટરોએ બે દિવસ જ કહ્યા હતા : દર્શનાબેનની હર્બલ - આયુર્વેદ દવાથી પતિનો ઇલાજ કર્યો હતો અને આઠ મહિનામાં ભોજન લેતા કરી દીધા હતા : ઊંડાણપૂર્વક રીસર્ચ કરી ૨૬૦થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ જે વિલુપ્તિના આરે છે તેનો સંગ્રહ કરી વિવિધ રોગ માટે દવા બનાવે છે : એલોપથી દવાની આડઅસરો લાંબા ગાળે વધુ થાય છે : જયારે આયુર્વેદ દવા સમય લે પણ રોગ જડમૂળમાંથી દૂર થાય છે

દર્શનાબેન તંતી અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દર્શનાબેન સાથે નંદની અને શિવ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરિયા)
રાજકોટ, તા.૨૩ : ગુજરાતના રાજકોટ શહેરમાં રહેતા એક સ્થિતિસ્થાપક મહિલા દર્શનાબેન તંતીએ પોતાની અંગત જીવન ની દુર્ઘટનાને આશા અને ઉપચારની વાર્તામાં ફેરવી દીધી છે. એક સમયે તેઓ ગૃહિણી હતા, જયારે તેના પતિનું કોવિડ -૧૯ થી અવસાન થયું ત્યારે તેમનું જીવન જડ મૂળથી બદલાઈ ગયું. તેમના બે બાળકો જેમાં એક પુત્ર અને એક પુત્રીની સંભાળ રાખવા માટે દર્શનાબેન ને અનિヘતિતા અને મુશ્કેલીઓથી ભરેલા ભવિષ્યનો સામનો કરવો પડ્યો. જો કે, તેમની અદમ્ય ભાવના અને તેમના પરિવાર પ્રત્યેનું સમર્પણ તેમને એક અદભૂત પરિવર્તન તરફ દોરી ગયું.
દર્શનાબેન તંતી કહે છે, હું પહેલા હર્બલનું કરતી પણ જયારે પતિ હિતેષભાઇ તંતીને કોરોના થયો ત્યારે ડોક્ટરોએ બે દિવસ જ કહ્યા હતા. મને આયુર્વેદ પર ભરોસો હતો કે તેઓ સાજા થઇ જશે જેથી મેં હર્બલ અને આયુર્વેદ દવા પતિને આપી જેનાથી તેઓને સેન્સ આવી ગઇ, હલન ચલન શરૂ થઇ અને આઠ મહિનામાં ભોજન લેતા કરી દીધા. એક આશા હતી કે તેઓ સ્વસ્થ થઇ જશે જોકે કોરોના સામે તેઓ ટકી ન શક્યા. ઘરમાં પણ હું એલોપથી એકપણ દવા રાખતી નથી સંપૂર્ણ આયુર્વેદિક દવાઓજ રાખું છુ. એલોપથી દવાની આડઅસરો લાંબા ગાળે વધુ થાય છે. જયારે આયુર્વેદ દવા સમય લે પણ રોગ જડમૂળ માંથી દૂર થાય છે. પતિને આર્યુવેદની અસર પરથી કુદરત પર મને જાજો ભરોસો થયો કેમકે જે વનસ્પતિ જીવીત છે તે જીવીતને ઠીક કરી શકે છે.
આર્યુવેદનો ચમત્કાર જોયા પછી દર્શનાબેનને થયું કે હું પણ એવા લોકોની મદદ કરી શકુ જેને જરૂરિયાત છે. પતિને ગુમાવ્યા પછી બે બાળકો દિકરી નંદની (જે હાલ ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે અને બોટનીકલ સ્પેશ્યલાઇઝેશન કરવાની ઇચ્છા છે) તેમજ શિવ (જે હાલ ૮ માં ધોરણમાં છે અને એન્જીનિયર બનવા ઇચ્છે છે) ની જવાબદારી આવી પડી. દર્શનાબહેને આર્થિક તંગી સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો. જો કે, તેમની અડગ ભાવના અને વધુ સારા ભવિષ્યની દ્રષ્ટિએ તેમને આગળ વધવાની પ્રેરણા આપી. કોઇ પર નિર્ભર રહેવાને બદલે તેણીએ તેના દુઃખને કંઈક સર્જનાત્મક બનાવવાનું નક્કી કર્યું. તેમના પતિના અવસાન પછી દર્શનાબેનને પ્રકૃતિ દ્વારા આશ્વાસન અને હેતુ મળ્યો. તેમણે વિવિધ પ્રકારના દુર્લભ છોડ, જડીબુટ્ટીઓ અને વૃક્ષોના બીજ અને તેની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઇ અનેક પુસ્તકો અને ઇન્ટરનેટ પરથી માહિતી એકત્રીત કરી ઊંડાણ પૂર્વક રીસર્ચ કરી આખરે ૨૬૦ થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ જે વિલુપ્તિ ના આરે છે તેનો સંગ્રહ કર્યો. હર્બલ મેડિસિન અને કુદરતી ઉપચારોના તેમના ઊંડા જ્ઞાને માત્ર તેમના પરિવારને જ આજીવિકા પૂરી પાડી નથી પરંતુ સમાજ અને તેમના સમુદાયના ઘણા લોકોને ઉપચાર પણ આપ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી દર્શનાબેન તંતી આર્યુર્વેદ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે, ડાયાબિટીસને કાબુમાં લેવા બાલમખીરા વનસ્પતિનો ઉપયોગ થાય છે. થાઇરોડ જે ગ્રંથી પર કામ કરે છે તેને હર્બલ દવા અને કસરતથી દુર કરી શકાય છે. એજ રીતે ગાયનેક પ્રોબલેમ એક હર્બમાંથી અનેક પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે. ટુંકમાં જે લોકો રોગોથી થાકી ગયા છે તેવા લોકોની હું વનસ્પતિથી દવા કરૂં છું. દરેક વનસ્પતિ હું જંગલો, વગડામાં જઇ લઇ આવું છું જયારે ઘરે પણ તેને ઉછેરી દવાના ઉપયોગમાં લઉં છું. દર્શનાબેન ઔષધીયોમાંથી જાતેજ દવા બનાવે છે. અમુક વનસ્પતિતો આપણી આસપાસ હોય છતાં ઘણીવાર લોકોને તેનો ઉપયોગ કઇ રીતે કરવો તેનો ખ્યાલ હોતો નથી. જેથી હું લોકોમાં જાગૃતતા લાવું છું. અનેક દર્દીઓને હર્બલ દવાથી ફાયદો થયો છે.
ખાસ કરીને દર્શનાબેનનું કાર્ય ગંભીર રોગો પર કુદરતી સારવાર આપવા પર છે. તેમણે ડાયાબિટીસ, થાઇરોઇડ, સાયટીકા અને વિવિધ ગાયનીકસ્ત્રીરોગ સંબંધી રોગોથી થતી સમસ્યાઓ જેવી પરિસ્થિતિઓ માટે હર્બલ ઉપચાર વિકસાવ્યા છે. તેમની સારવાર અસરકારકતા અને સલામતી સુનિヘતિ કરવા માટે પ્રાચીન આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત છે. તેમના પ્રયાસોને તેમના સમુદાય અને સ્થાનિક આરોગ્ય પ્રેક્ટિશનરો બંને તરફથી માન્યતા અને પ્રશંસા મળી છે. ઘણા લોકો હવે તેમની આરોગ્ય સંભાળની દિનચર્યાઓમાં હર્બલ ઉપચારને કેવી રીતે સામેલ કરવા તે અંગે માર્ગદર્શન માટે તેમની પાસે આવે છે. તેમના સંશોધન ઉપરાંત દર્શનાબેન છોડ અને હર્બલ દવાના મહત્વ વિશે અન્ય લોકોને શિક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કુદરતી ઉપચારો વિશે શીખવામાં રસ ધરાવતા કોઈપણ સાથે તેણીનું જ્ઞાન આપ લે કરે છે, વર્કશોપ અને સેમિનાર યોજે છે. તેમનો ધ્યેય અન્ય લોકોને ખાસ કરીને મહિલાઓને તેમના કુદરતી વાતાવરણમાં ઉપલબ્ધ સંસાધનોની શોધ અને ઉપયોગ કરવા માટે સશક્ત કરવાનો છે. આથી જ ‘પ્રકૃતિ સદા સહાયતે' તેમના જીવનનું સૂત્ર છે.
વન હર્બ વન ટાઇમમાં દર્શનાબેનની માસ્ટરી છે
ડાયાબીટીસ, સાઇનસ, માઇગ્રેન, થાઇરોડ, ગાઇનેક પ્રોબ્લેમ, ચામડીના રોગો, એલર્જી વગેરેની દવા દર્શનાબેન તંતી બનાવી લોકોને આપે છે. તેમાંય એલર્જીમાં સવારના ઉઠી ૩૦-૪૦ છીંક ખાય તેના માટે બનાવેલ વન હર્બ અને વન ટાઇમમાં તેઓ ખુબ સફળ રહ્યા છે. આ હર્બલથી પિત, કમળો અથવા તો કમળીની ગાંઠ પણ કાઢી શકાય છે. જેમાં કોઇ પરેજી રાખવાની જરૂર નથી. તેમાં તેઓની માસ્ટરી છે. ચામડીના રોગો ખરજવું, ધાધરમાં મલમ આપે છે જે ૧૦૦ ટકા મટી જાય છે. ગેસ-કબજીયાતની દવામાં પણ ૧૦૦ ટકા પરિણામ મળ્યા છે.
પૂર્ણિમા સોસાયટી, શેરી નં.૬, બ્લોક નં. ૩૩/બી, આશાપુરા મકાન સામે, રાજકોટ. ફોન : ૯૮૭૯૪૭૧૪૭૮
વનસ્પતિના બીની કિટ બનાવી
દર્શનાબેન તંતીએ આયુર્વેદ ક્ષેત્રે બહું ટુંકા ગાળામાં મોટું ખેડાણ કર્યું છે. તેઓ વનસ્પતિમાંથી રીસર્ચ કરી વિવિધ રોગો માટેની દવા બનાવે છે. તેઓએ ૨૬૦ થી વધુ પ્રજાતિઓ જે વિલુપ્તિના આરે છે તેનો સંગ્રહ કરી તે વનસ્પતિના બી ની કિટ પણ બનાવી છે. જેથી લોકો તેના ઘરમાં તેને ઉગાડી શકે અને ઉપયોગ કરી શકે. આ કિટ બનાવતા તેમને ૬ મહિના જેટલો સમય લાગ્યો કારણ અમુક વનસ્પતિ વર્ષમાં એકજ વખત મળે છે. જયારે અમુક વર્ષમાં બે વખત આવે છે. એક કિટની કિંમત ૪૦૦૦ રખાઇ છે. નર્સરીવાળા પણ કિટ લઇ જાય છે. આ વનસ્પતિ ઘરે ઉગી શકે છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
