<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

એનએસઇ લિસ્‍ટેડ કંપનીઓના મૂડીકરણે પ ટ્રિલીયન ડોલરનો આંક વટાવ્‍યો

રાજકોટ તા.રપ : એનએસઇ પર ભારતીય લિસ્‍ટેડ કંપનીઓના મુડીકરણે ર૩મે ર૦ર૩ના રોજ પ ટ્રિલીયન ડોલર (રૂા.૪૧૬.પ૭  ટ્રીલીયન)ના આંકને વટાવ્‍યો છે. તે જ દિવસે નિફટી પ૦ ઇન્‍ડેકસ પણ રર.૯૯૩.૬૦ના સર્વોચ્‍ચ મથાળે સ્‍પર્શી ગયો હતો. જયારે નિફટી પ૦૦ ઇન્‍ડેકસ પણ આજે ર૧,પ૦પ.રપના મથાળે સ્‍પર્શ્‍યો હતો. જે ઇકિવટી માર્કેટની વૃધ્‍ધિ ફકત મોટા જ નહી પરંતુ કેપિટલાઇઝડ શેરોને પણ આભારી છે.

ભારતીય લિસ્‍ટેડ કંપનીઓના બજાર મુડીકરણની યાત્રા રર ટ્રીલીયન ડોલર (જુલાઇ ર૦૧૭)થી શરૂ થઇ હતી. તે ૩ ટિર્લીયન ડોલર (મે ર૦ર૧) ઉપર પહોંચતા આશરે ૪૬ મહિના લાગ્‍યા હતા.  ૩ ટ્રિલીયન ડોલરથી ૪ ટ્રિલીયન ડોલર સુધી (ડિસેમ્‍બર ર૦ર૩) સુધી પહોંચતા આશરે ૩૦ મહિના લાગ્‍યા છે અને તાજેતરમાં ૧ ટ્રિલીયન ડોલરનો ઉમેરો થતા ફકત છ મહિના લાગ્‍યા છે.બજાર મુડીકરણની દ્રષ્‍ટીએ ટોચની પ કંપનીઓમાં રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીશ્રઝ લિમીટેડ, ટાટા કન્‍સલટન્‍સી સર્વિસીઝ લિમિટેડ, એચડીએફસી બેન્‍ક લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ બેન્‍ક લિમીટેડ અને ભારતી એરટેલ લિમિટેડનો સમાવેશ થાય છે.

(2:52 PM IST)