<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

૪ હતભાગીઓના ડીએનએ મેચ થયા બાદ આજે ચાર મૃતદેહ સ્‍વજનોને સોંપાયા

* ગેમ ઝોનની આગ ૩૦ નિર્દોષ લોકોનો જીવ લઇ ગઇ છે. આગમાં ભડથું થઇ ગયેલા મૃતદેહોની હાલત એવી હતી કે કોઇની પણ ઓળખ થઇ શકે તેમ નહોતી. આ માટે લાપતા હોય એવા હતભાગીઓના સ્‍વજનોના ડીએનએ સેમ્‍પલ લઇ મૃતદેહોમાંથી સેમ્‍પલ લઇ મેચ કરવાની પ્રક્રિયા ગાંધીનગર એફએસએલ ખાતે શરૂ થઇ હતી. દરમિયાન આજે સવાર સુધીમાં ચાર હતભાગીના ડીએનએ મેચ થતાં મૃતદેહ સોંપાયા હતાં. આ ચાર નામો આ મુજબ છે.

(૧) સુનિલભાઇ હસમુખભાઇ સિધ્‍ધપુરા (ઉ.વ.૩૮-રહે. એરપોર્ટ રોડ યોગેશ્વર સોસાયટી-રાજકોટ-ગેમ ઝોનના કર્મચારી હતાં. (૨) જીજ્ઞેશભાઇ કાળુભાઇ ભોળફા-ગઢવી (ઉ.વ.૩૪-રહે. વિરપુર જલારામ, કોળી સમાજની વાડી પાસે-ગેમ ઝોનના કર્મચારી હતાં) (૩) સ્‍મીતભાઇ મનિષભાઇ વાળા (ઉ.વ.૨૧-રહે. ઉપલેટા બસ સ્‍ટેશન પાછળ-પાનના ધંધાર્થી-ડીજે ઓપરેટર) અને (૪) સત્‍યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ.૧૭-રહે. ગોંડલ)નો સમાવેશ થાય છે.

(3:17 PM IST)