News of Monday, 27th May 2024
ભયાનક લેન્ડ સ્લાઇડમાં પાપુઆ ન્યુ ગિનીનો મૃત્યુ આંક બે હજાર ઉપર પહોંચ્યો

ડિઝાસ્ટર એજન્સીએ જણાવ્યું છે કે, ભયાનક લેન્ડ સ્લાઇડમાં પાપુઆ ન્યુ ગિની દેશના એન્ગા પ્રાંતમાં એક અંતરિયાળ આવેલા ગામમાં ૨૦૦૦થી વધુ લોકો જીવતા દટાઈ ગયા છે. અગાઉ યુનો દ્વારા એવો અંદાજ અપાયો હતો કે ભૂસ્ખલનમાં લગભગ ૬૭૦ લોકો માર્યા ગયા હતા.
માઉન્ટ મુંગાલોનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેનાથી સેંકડો ઘરો અને તેમની અંદર સૂતા લોકો દટાઈ ગયા હતા.
રાજધાની પોર્ટ મોરેસ્બીમાં યુએન ઓફિસે જણાવ્યું હતું કે, "ઇમારતો, ખાદ્યપદાર્થોના બગીચાઓમાં મોટો વિનાશ થયો છે અને દેશની આર્થિક જીવનરેખા પર મોટી અસર પડી છે."
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
