<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાપત્તા લોકોના સ્વજનોની ધીરજ ખુટીઃ પોલીસ સાથે રકઝકઃ બેરીકેટ હટાવવા પ્રયાસ

ત્રીજો દિ' થયો છતાં અમને કેમ સ્પષ્ટ વિગતો અપાતી નથી?

 

રાજકોટઃ આરટીપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ત્રીસ લોકોના મોત થયા છે. આ તમામના મૃતદેહ બળીને ભડથું થઇ ગયા હોઇ તેની ઓળખ કરવા ડીએનએ સેમ્પલ લઇ ગાંધીનગર ખાતે પરિક્ષણ કરી સેમ્પલ મેચ થયા બાદ સ્વજનને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઇ છે. જો કે આજે ત્રીજા દિવસે ચાર જ મૃતદેહને ડીએનએ સેમ્પલ મેચ થતાં તેમના સ્વજનોને સોંપાયા હોઇ બાકીના લાપત્તા લોકોના પરિવારજનોએ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે આક્રોશ સાથે પોલીસ સમક્ષ રકઝક કરી હતી. એક સ્વજને કહ્યું હતું કે અમને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે શું કામગીરી થઇ રહી છે તે જોવા જવા દ્યો, આજે ત્રીજા દિવસે પણ અમને અમારા સ્વજન વિશે કેમ કોઇ સ્પષ્ટ વિગતો અપાતી નથી. અમે બેરીકેટ હટાવીને પોસ્ટ મોર્ટમ રૂમ સુધી  પહોંચી જઇશું. જો કે પોલીસ અધિકારીઓએ તમામને શાંતિની સમજાવ્યા હતાં અને ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ગાંધીનગર એફએસએલ કચેરીમાં થઇ રહી હોઇ તેના કારણે થોડો વિલંબ થઇ રહ્યો હોઇ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:37 PM IST)