News of Monday, 27th May 2024
સતત ચોથા દિવસે સોનુ અને ચાંદી સસ્તા થયાઃ સોનાના ૧૦ ગ્રામના ૭૨૪૩૦
વૈશ્વિક બજારમાં નબળા વલણ વચ્ચે ભાવ ઘટયા

નવી દિલ્હી,તા. ૨૭: સોના અને ચાંદીના ભાવમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો છે. સોમવારે ટ્રેડિંગના પહેલા દિવસે સોનું ૭૨,૪૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જયારે ચાંદીની કિંમતમાં પણ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોની નબળાઈ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ૨૦ મેના રોજ ચાંદીની કિંમત તેના ઉચ્ચ સ્તરે પહોંચી હતી, તે ૯૬ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. જોકે, શુક્રવારે વૈશ્વિક બજારમાં નબળા વલણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
સોમવારે રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ સોનું ૭,૨૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જયારે મુંબઈ, કોલકાતા, પુણે અને કેરળમાં તે ૭,૨૪૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય વડોદરા અને ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૭,૨૪૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
જયારે ૨૨ કેરેટ સોનાની વાત કરીએ તો ટ્રેડિંગના પહેલા દિવસે દિલ્હીમાં જવેલરી સોનું ૬,૬૫૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જયારે મુંબઈ, પુણે, કેરળ અને કોલકાતામાં તે ૬,૬૩૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે. આ સિવાય અમદાવાદ અને વડોદરામાં ૬,૬૪૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
ચાંદીની વાત કરીએ તો આ મહિને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ૨૦મી મેના રોજ ચાંદી તેની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જો કે છેલ્લા ચાર દિવસથી તેની કિંમત ઘટી રહી છે. સોમવારે ૧ કિલો ચાંદી ૯૧,૪૦૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. આ પહેલા શુક્રવારે ચાંદીની કિંમત રૂ. ૫૦૦ ઘટીને રૂ. ૯૨,૧૦૦ પ્રતિ કિલો બંધ થઈ હતી.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
