News of Monday, 27th May 2024
બાંગ્લાદેશમાં ભયાનક તબાહી : ૧૦ મોત
૧.૨૩ લાખ ઘરોને નુકસાન : ૩૧ હજાર ઘરોનો સંપૂર્ણ નાશ : ૧.૨૫ કરોડ લોકો વિજળી વિહોણા : ૪૦ હજાર નાગરિકોનું સ્થળાંતર

નવી દિલ્હી તા. ૨૭ : ચક્રવાત રેમલ બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં ત્રાટકતા મળત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો છે. ઉપરાંત ૩૦ હજારથી વધુ ઘરો નાશ પામ્યા છે અને ખૂબ જ વધુ નુકસાન થયું હોવાનું ટોચના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.
લોકોના મોત મોટાભાગે પડી ગયેલા મકાનો અથવા દિવાલો નીચે કચડાઈ જવાથી થયા હતા, બરીસલ જિલ્લાના સરકારી વહીવટકર્તા, શૌકત અલીએ જણાવ્યું હતું.અહીં સાત લોકો મળત્યુ પામ્યા હતા. અન્ય ત્રણ લોકો પડોશી જિલ્લાઓમાં મળત્યુ પામ્યા હતા જ્યારે કેટલાકના ડૂબી જવાથી મોત થયા છે.ગઇકાલે ચક્રવાત રેમલ લેન્ડફોલ કર્યું હોવાથી ભયંકર તોફાન અને ઊંચા મોજાઓ દરિયાકાંઠે અથડાયા હતા. સોમવાર બપોર સુધીમાં વાવાઝોડુ નબળું પડી ગયું હતું.જો કે ચક્રવાત બાદ ભારે વરસાદ ચાલુ છે, અને પવનની ઝડપ પણ વધુ છે તેમ અલીએ ઉમેર્યું હતું.
સરકારી વહીવટકર્તા હેલાલ મહમુદે જણાવ્યું હતું કે ખુલાન જિલ્લામાં બે લોકોના મોત થયા છે. ચક્રવાતએ અહીં ૧.૨૩ લાખથી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું છે, અને તેમાંથી લગભગ ૩૧,૦૦૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.ચિત્તાગોંગમાં અન્ય એક વ્યક્તિનું મળત્યુ થયું હતું, જ્યાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે ૪૦,૦૦૦ થી વધુ લોકો હજુ પણ આશ્રયસ્થાનોમાં છે તેમ પ્રશાસક તોફાએલ ઇસ્લામે જણાવ્યું હતું. દેશની સૌથી મોટી સરકારી વીજ વિતરણ કંપની, બાંગ્લાદેશ ગ્રામીણ વિદ્યુતીકરણ બોર્ડના ચીફ એન્જિનિયર બિસ્વનાથ સિકદરે જણાવ્યું હતું કે, ૧.૨૫ કરોડથી વધુ લોકોને વીજળી વિહોણા બન્યા હતા.(
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
