<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ભાજપા કરોડો ખર્ચીને સરકારોની ચોરી કરે છે

બધા ભ્રષ્‍ટ લોકો ભાજપામાં સામેલ થઇ ગયા છેઃ રાહુલ ગાંધી

સિમલા તા. ર૭: હિમાચલ પ્રદેશના નાહન અને ઉનામાં સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્‍દ્ર પર નિશાન તાકતા કહ્યું કે બંધારણ બદલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, પણ એવું નહીં થવા દઇએ. રાહુલે કહ્યું કે ભાજપા કરોડો રૂપિયા આપીને સરકારોની ચોરી કરી રહી છે, પણ હિમાચલમાં તે એવું નહીં કરી શકે. બધા ભ્રષ્‍ટ લોકો    ભાજપામાં સામેલ થઇ ચૂકયા છે.

રાહુલે કહ્યું કે ચુંટણી બોન્‍ડ દ્વારા કૌભાંડ થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યુ઼ં છે કે આ સ્‍કીમ ગેરકાનુની છે. તેમણે કહ્યુ઼ં કે મોદી અદાણી અને અંબાણી માટે કામ કરી રહ્યા છે. અમારી સરકાર આવતા જ સૌથી પહેલા અગ્નિવીર યોજનાને ફાડીને કચરા ટોપલીમાં નાખીશું. આ યોજના સેનાની છે જ નહીં. તેમણે કહ્યુ઼ં કે અમે ખેડુતોની લોન માફ કરશું.

(3:55 PM IST)