News of Monday, 27th May 2024
રેમલ તોફાનના કારણે પટનાથી કોલકત્તાની ફલાઇટો રદ્દ

પટના તા. ર૭: પ. બંગાળમાં ટકારાનાર રેમલ તોફાનના સાવચેતીરૂપે પટનાથી કોલકત્તાની ફલાઇટો રદ્દ કરવામાં આવી હતી. બે ફલાઇટોને પટના આવ્યા બાદ ફરી ત્યાંજ જવાનું હતું. ફલાઇટ રદ્દ થવાથી યાત્રીઓ પરેશાનીમાં મુકાયા હતાં. રેમલ તોફાનના કારણે બંગાળના ૯ જીલ્લાઓ પ્રભાવિત બન્યા હતા. કોલકત્તા એરપોર્ટને પણ રેમલના પગલે બંધ કરી દેવામાં આવ્યું હતું.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
