<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ચુંટણીના અંતિમ તબકકા પહેલા સપામાં બળવો ?

માજી પ્રધાન નારદ રાય આજે કરશે મોટી જાહેરાત

બલીયા તા. ર૭: સમાજવાદી પાર્ટીના સીનીયર નેતા અને માજી પ્રધાન નારદ રાય પોતાના પક્ષથી નારાજ છે. ચર્ચા છે કે રવિવારે બલિયાના કટારીયામાં સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવે જનસભા દરમ્‍યાન મંચ પરથી તેમનું નામ નહોતું લીધું. આનાથી નારાજ નારદ રાય સોમવારે ભાજપામાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે.

નારદ રાયનું કહેવું છે કે એક ષડયંત્ર હેઠળ તેમનું નામ યાદીમાંથી હટાવાયું હતું. નારદે સપામાં પોતાની ઉપેક્ષાનો આક્ષેપ કરતા રવિવારે એકસ પર લખ્‍યું, જે લોકો પોતાના બૂથને જીતાડી નથી શકતા, તેઓ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને જ્ઞાન આપી રહ્યા છે. હું રાજનારાયણનો વંશજ છું. અપમાન સહયું નથી અને સહીશ પણ નહીં.'' તેમણે આજે સાંજે ચાર વાગ્‍યે એક બેઠક બોલાવી હતી.જાણકારોનું કહેવું છે કે બેઠકમાં તેઓ ભાજપામાં જવાની જાહેરાત કરી શકે છે. લોકસભા ચુંટણીના અંતિમ તબકાના મતદાન પહેલા નારદ રાયના આ પગલાથી સપાને મોટો ઝટકો લાગવાનું નકકી છે. નારદ રાયની ગણત્રી પૂર્વાંચલના મોટા ભૂમિહાર નેતાઓમાં થાય છે. સુત્રો અનુસાર, નારદ રાય ર૯ મે એ અમિત શાહ સાથે બલીયામાં મંચ પર ઉપસ્‍થિત રહીને ભાજપામાં જોડાઇ શકે છે.

(3:58 PM IST)