<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

તમાકુ, ગુટખા અને પાનમસાલા પર તેલંગાણા સરકારની લાલ આંખ

એક વર્ષ માટે લગાવ્‍યો પ્રતિબંધ

હૈદરાબાદ,તા. ૨૭: તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે રાજ્‍યમાં તમાકુ અને નિકોટીન યુકત ગુટખા અને પાન મસાલાના ઉત્‍પાદન અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે એક આદેશમાં કહ્યું છે કે તમાકુ ઉત્‍પાદનોના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષ માટે પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ ૨૪ મે ૨૦૨૪ થી લાગુ થશે.

તેલંગાણા સરકારે જણાવ્‍યુ છે કે આ આદેશ જાહેર આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો છે. રાજ્‍યના ખાદ્ય સુરક્ષા કમિશનરે આ અંગેની અધિસુચનો જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે જાહેર આરોગ્‍યના હિતમાં તેલંગાણા સરકાર ગુટખા અને પાન મસાલાના ઉત્‍પાદન, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. આ પ્રતિબંધ ૨૪ મે ૨૦૨૪ થી સમગ્ર તેલંગાણામાં એક વર્ષ માટે અમલમાં રહેશે.

(3:59 PM IST)