<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

અનંતનાગ-રાજૈરીએ તોડયો મતદાનનો જૂનો રેકોર્ડ

આક્ષેપ-પ્રત્‍યાક્ષેપ, હિંસા ધરપકડ અને ધરણા વચ્‍ચે

 જમ્‍મુ : આક્ષેપ-પ્રત્‍યાક્ષેપ, હિંસા, ધરપકડો અને ધરણાની ઘટનાઓ વચ્‍ચે નવરચિત અનંતનાગ - રાજૈરી સંસદીય મત વિસ્‍તારે મતદાનનો પોતાનો પાછલો રેકોર્ડ  આ વખતે તોડી નાખ્‍યો છે. ત્રણ વાગ્‍યા સુધીમાં અહી ૪પ ટકા મતદાન થઇ ચુકયુ  હતુ.

શનિવારે પૂંચ જીલ્લામાં શાહપુરમાં મતદાન દરમિયાન બે જુથો વચ્‍ચે અથડામણ થવાથી ૪ લોકોને ઇજા થઇહ તી. તો મહેબુબમા મુફતીએ ગડબડના આક્ષેપો કરીને ત્રણ કમલાક સુધી રોડ પર ધરણા કર્યા પછી પોતાનો મત નાખ્‍યો હતો.

અધિકારીઓએ જણાવ્‍યું કે લગભગ ૧ર.૩પ વાગ્‍યે બે જુથો શાહપુર મતદાન મથકે અજ્ઞાત કારણોથી એક બીજા સાથે લડી પડયા. અથડામણ દરમિયાન ચાર લોકોને ઇજા થઇ જેમને સારવાર માટે જીલ્લા હોસ્‍પિટલ મોકલાયા હતા. જેમની ઓળખ જહુરદીન, શજાદ અહમદ, મિસ સલીમા અને મોહમ્‍મદ અસલમ તરીકે થઇ છે.

ર૦૧૯માં આ બેઠક પર ૯.૭ ટકા મતદાન થયુ હતું. જયારે આ વખતે પહેલા ૪ કલાકમાં  જ ર૦૧૯માં રેકોર્ડ તુટી  ગયો હતો. ૧૧ વાગ્‍યા સુધીમાં ર૩.૧૧ ટકા અને ત્રણ વાગ્‍યા સુધીમાં મતદાન ૪પ ટકા થી આગળ નીકળી ગયું હતુ.

એલઓસી નજીકના આખરી મતદાન કેન્‍દ્ર પર મતદારોમાં જોરદાર ઉત્‍સાહ જોવામ ળ્‍યો હતો. આ કેન્‍દ્ર પર ૮પ૪ મતદાર છે. એક મતદારે કહયુ કે પહેલીવાર કોઇપણ ભય વગર મતદાન થઇ રહયુ છે. મતદાનના લીધે સુરક્ષાનો પુરતો બંદોબસ્‍ત કરાયો છે. એલઓસી પર વધારે સતર્કતા રખાઇ રહી છે.

(4:00 PM IST)