News of Monday, 27th May 2024
કાશ્મીર ખીણમાં તુટયો ૪૦ વર્ષનો રેકોર્ડઃ ૧૯૮૪ પછી પહેલી વાર થયું પ૮ ટકાથી વધારે મતદાન
૩૭૦થી મુકિત મળતાજ લોકશાહી ઝુમી ઉઠી

શ્રીનગર તા. ર૭: જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ના બંધનથી મુકિત મળ્યા પછી ત્યાંના લોકોએ ઉત્સાહપુર્વક લોકશાહીને વધાવી છે. આ લોકસભા ચુંટણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલ મતદાન આ વાત જ બયાન કરે છે. અહીં પ૮.પ૧ ટકાથી વધારે લોકોએ મતદાન કર્યું હતું. જયાં એક સમયે અલગતા વાદીઓની ચુંટણી બહિષ્કારની ધમકીથી ડરીને લોકો મતદાન કરવા બહાર નહોતા નિકળતા, એ જ કાશ્મીરમાં ૩૭૦ હટાય પછી પહેલી વાર યોજાયેલ ચુંટણીમાં મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઇનોી લાગી હતી અને લોકોએ મતદાન કરીને ૪૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો.
જમ્મુ કાશ્મીરમાં ૧૯૮૪ પછી પહેલી વાર આટલું મતદાન થયું. ૧૯૮૪માં ૬૬.૧૬ ટકા મતદાન થયું હતું. લોકસભા ચુંટણીના છઠ્ઠા તબકકા સુધીમાં રાજયની બધી બેઠકો પર મતદાન થઇ ચૂકયું છે. જો કે રસપ્રદ વાત એ છે કે આ ચુંટણીમાં કાશ્મીર ખીણની ત્રણ બેઠકો શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ-રાજાૈરી બેઠકો પર મતદાન બહુ વધારે થયું. જયારે જમ્મુ અને ઉધમપુરમાં મતદાન ર૦૧૯ની સરખામણીમાં ઓછું થયું.
સૂત્રો અનુસાર, આ ચુંટણીમાં અલગતાવદીઓ, આતંકવાદીઓના પરિવારજનો, પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીના સભ્યોએ પણ મતદાનમાં ભાગ લીધો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
