News of Monday, 27th May 2024
પીએમ મોદી માટે લોકો મંદિર બનાવશેઃ શરત એટલી જ કે દેશને હેરાન કરવાનું બંધ કરે
મને ભગવાને મોકલ્યો છે ના નરેન્દ્રના નિવેદન અંગે મમતા બેનર્જીનો કટાક્ષ

વડા પ્રધાન મોદીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે ભગવાને તેમને મોકલ્યા છે. પヘમિ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડા પ્રધાનના આ નિવેદન બાબતે તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી જો ખરેખર ભગવાન દ્વારા મોકલાયા હોવાનો દાવો કરતા હોય તો લોકો તેમના માટે મંદિર બનાવશે પણ શરત હશે કે તેઓ દેશને હેરાન કરવાનું બંધ કરી દેશે.
મમતા બેનર્જીએ કહ્યું, ‘‘હું તમને જગ્યા આપીશ જેથી તમે મંદિર બનાવી શકો અને પોતાનો રાખી શકો. અમે તુલસીના પાંદડા પણ ચડાવીશું અને ધૂપ દિવા પણ કરીશું અને એટલું જ નહીં પૂજારી પણ નિયુકત કરી દેશું. તમને રોજે રોજ મિઠાઇ અને ફુલ પણ ચડાવીશું. તમને ઢોકળા અને ખીચડી પણ ધરાવીશું. જેથી તમે ત્યાં બેઠા રહો અને ભારતને હેરાન કરવાનું બંધ કરો.''
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
