News of Monday, 27th May 2024
હ્ય્દયદ્વાવક દુર્ઘટના કઇ રીતે બની ? જવાબદાર કોણ ? અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરતા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલ

રાજકોટઃ શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલી માનવસર્જીત દુર્ઘટનામાં ૩૦-૩૦ નિર્દોષ લોકોના જીવ લેવાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા અને પરિવારજનોને હુંફ આપવા ગઇકાલે રાજકોટ દોડી આવેલા શકિતસિંહ ગોહીલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધ્યા બાદ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઘટના કઇ રીતે બની અને ઘટના પાછળ ખરા જવાબદાર કોણ ? તે સહિતના મુદ્દે ઉંડી ચર્ચા કરી સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારની તસ્વીરમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શકિતસિંહજી ગોહીલ, લલીત વસોયા, લલીત કગથરા, ઇન્દ્રનીલ રાજયગુરૂ અને અતુલ રાજાણી સહીતના કોંગ્રેસના આગેવાનો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
