<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ચીનની સોૈથી મોટી મસ્જીદમાંથી હટાવાયી ઙ્ગઇસ્લામિક શૈલીના ગુંબજઃ ચીને ૭૫ ટકા મસ્જીદોની ઓળખ ભૂંસી નાખી

લંડન :ચીનમાં લઘુમતિના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધોનો સીલસીલો ચાલુ જ છે. સ્થાનિક લોકોના વિરોધ છતા ઇસ્લામિક શૈલીની વિશેષતાઓ જાળવી રાખનાર અંતિમ  મુખ્ય મસ્જીદના ગુંબજો પણ તોડી નખાયા છે. મસ્જીદોના ચીનીકરણના નામે ત્યાંના અરબી શૈલીમાં બનેલા મિનારાઓ હટાવી દેવાયા છે. 'ધ ગાર્જીયન' માં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, લઘુમતીના ધાર્મિક સ્થળોના ચીનીકરણ અભિયાન હેઠળ હવે ચીનની અંતિમ મુખ્ય શાદિયાનની મસ્જીદના ગેંુબજ અને મિનારાઓ હવે તેમાં નથી તેની જગ્યાએ ચીની વસ્ર્તુકલાની છત બનાવી દેવાઇ છે. મસ્જીદની ઉપર લાગેલ અર્ધચંદ્ર અને લીલી ટાઇલ્સનુંસ્વરૂપ પણ બદલી નખાયું છે. શાદિયાનની આ મસ્જીદ ચીનની સોૈથી મોટી મસ્જીદ તરીકે પ્રખ્યાત રહી છે. જે ચીનના યુનાન પ્રાંતના નાનકડા શહેરમાં છે.

ખરેખરતો ચીની સરકારે ૨૦૧૮માં 'ઇસ્લામના ચીનીકરણ' પર એક પંચવર્ષીય યોજના શરૂકરી હતી તેનો ઉદ્ેશ વિદેશી વાસ્તુકાલ શૈલીનો વિરોધ કરવાનો અને ચીની ખાસીયત વાળી ઇસ્લામિક વાસ્ર્તુકલાને પ્રોત્સાહન આપવાનો છે. રિપોર્ટ અનુસાર ચીની કોમ્યુનીસ્ટ પાર્ટીના એક મેમોમાં અધિકારીઓને ધાર્મિક સ્થળોનું નિર્માણ ઘટાડવા અને વધુ પાડવાના સિંધ્ધાતનું પાલન કરવા કહેવાયું હતું ત્યારથી ચીનમાં ૨૩૦૦ થી વધારે મઁસ્જીદોમાંથી ૭૫ ટકા મસ્જીદો પર કાર્યવાહી થઇ ચૂકી છે.

આ મોટી મસ્જીદમાં થયેલ ફેરફાર આ અભિયાનની સફળતાનું પ્રતિક છે. ત્યાર પછી જો ગામડાઓ હવે આરબ શૈલીની નાની મસ્જીદો બચી હશે તો પણ સ્થાનિક સમુદાયો માટે તેના ચીનીકરણનો વિરોધ કરવો મુશ્કેલ બનશે.

(4:24 PM IST)