<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઇન્ડીયા ગઠબંધન તરફથી વડાપ્રધાન કોણ? અખિલેશના ધારાસભ્યોએ જાહેર કર્યું નામ

લખનૌ,તા. ૨૭:  સમાજવાદી પાર્ટીની કપ્તાનગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ઇન્ડીયા ગઠબંધનના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રધાન રામપ્રસાદ ચૌધરીના પુત્ર કવિન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ ચૂંટણી બંધારણ અને લોકશાહી બચાવવાની ચૂંટણી છે. આ વખતે બધા સમાજના લોકોએ મન બનાવી લીધુ છે કે ઇન્ડીયા ગઠબંધનને સત્તામાં લાવવું છે. આ વખતે દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો ભાજપા પર રોષિત છે.

ઇન્ડીયા ગઠબંધન તરફથી વડાપ્રધાનના ચહેરા બાબતે સપા ધારાસભ્ય કવિન્દ્ર ચૌધરીએ કહ્યુ કે અખિલેશ યાદવ સૌથી યોગ્ય ચહેરો છે. કેમ કે તેઓ ઓસ્ટ્રેલીયામાં ભણ્યા છે અને તેમને સત્તા ચલાવવાનો બહુ અનુભવ પણ છે.

કવિન્દ્ર ચૌધરીએ કહ્યું કે એક તરફ બંધારણ બચાવનારા લોકો છે અને બીજી તરફ બંધારણને ખતમ કરનારા લોકો છે. પોતાના પિતરાઇ ભાઇ અને બસપા ઉમેદવાર લવકુશ પટેલ અંગે પુછાયેલ સવાલ પણ તેમણે કહ્યુ કે બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે અને જનતા બધુ જાણે છે કે કોને મત આપવાનો છે અને કોણ તેના હિતમાં કામ કરી શકે છે.

(4:33 PM IST)