<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

દેશના અમુક રાજયોમાં હીટવેવ એલર્ટ જાહેર તો અમુક વિસ્તારોમાં ગરમીમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે

રાજસ્થાન, પંજાબ, હરીયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, વિદર્ભમાં હજુ આકરો તાપ વરસશેઃ હવામાન ખાતુ

નવી દિલ્હીઃ  દેશના અનેક વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત કરતી આગાહી કરી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ ઉપરાંત વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ ૨૭ અને ૩૦ મે માટે હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વિસ્તારોમાં ૨૮ અને ૨૯મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ૨૮ મે પછી ગરમીનું પ્રમાણ  પણ ધીમે ધીમે ઘટવા લાગશે.રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૯.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું.

દહેરાદૂનમાં ગઇકાલે રવિવારે પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. ગરમ પવનો, તીવ્ર સૂર્યઙ્ખકાશ અને ત્યાં ભેજને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. આવા ૨૦૦ થી વધુ દર્દીઓ દરરોજ સ્થાનિક હોસ્પિટલોના ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દહેરાદૂન, હરિદ્વાર, રૂરકી, ઉધમ સિંહ નગર સહિત રાજ્યના મેદાની વિસ્તારોમાં આગામી બે દિવસમાં ગરમીથી કોઈ રાહત નથી.આ  પૂર્વી યુપીમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયું હતું.  ઝાંસી રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ સિવાય આગરા અને મથુરા વૃંદાવનમાં દિવસનું તાપમાન અનુક્રમે ૪૭-૪૭, બાગપત, ગૌતમ બુદ્ધ નગર, કાનપુર અને કન્નૌજમાં ૪૬-૪૬ અને પ્રયાગરાજ અને સુલતાનપુરમાં ૪૪-૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ બાદ રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાશે, ત્યારબાદ દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. જો કે આ પહેલા સોમવાર અને મંગળવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(4:34 PM IST)