<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઇન્ડિયન ઓઇલે ભારતીય સેનાને સોંપી ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ વાળી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલીત નવી અદ્યતન બસ

નવી દિલ્હી : ટકાઉ, ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલાં રૂપે ઇન્ડિયન ઓઇલે ભારતીય સેનાને અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત બસ સોંપી છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ઈન્ડિયન ઓઈલના ચેરમેન એસ એમ વૈદ્યની હાજરીમાં નેશનલ વોર મેમોરિયલ, ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે આ સોંપણી અને હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો. આ પહેલનો હેતુ હેવી-ડ્યુટી ઈ-મોબિલિટી માટે હાઈડ્રોજન અને ફ્યુઅલ સેલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો છે, જે ઈન્ડિયન ઓઈલ સાથે મળીને આ ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરવામાં ભારતીય સેના આગળ આવી છે.

આ પ્રસંગે બોલતા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે ભારતીય સેના પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરતી વખતે આર્મીની ઓપરેશનલ ક્ષમતાઓને વધારતી નવીનતમ ટેકનોલોજીની શોધ અને તે શોધને અપનાવવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

 

(4:37 PM IST)