<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

વ્‍હોટસએપે વોઇસ નોટ ફીચરની સમય મર્યાદા ૧ મીનીટ કરી

નવી દિલ્‍હી, તા. ર૭ :  વોટ્‍સએપ સ્‍ટેટસ ઉપર લોકો તેમના મનપસંદ ફોટો અને વીડિયો શેર કરે છે. જો કે હવે વોટ્‍સએપ સ્‍ટેટસ પોસ્‍ટ કરવું પહેલા કરતા વધુ મજેદાર બની જશે. વોટ્‍સએપ દ્વારા વોઈસ નોટના ફિચરમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. જો તમે તમારી કોન્‍ટેક્‍ટ લિસ્‍ટમાં રહેલા લોકોને બોલીને અમુક અપડેટ આપવા માંગતા હોવ તો હવે તેમાં એક લાંબી વૉઇસ નોટ ઉમેરી શકાય છે.અત્‍યાર સુધી વોટ્‍સએપમાં યુઝર્સ માત્ર ૩૦ સેકન્‍ડની વોઈસ નોટ બનાવી શકતા હતા. પરંતુ તેના કારણે ઘણી વખત મહત્‍વની વસ્‍તુઓ ચૂકી જવાતી હતી. આવી સ્‍થિતિમાં વોટ્‍સએપે ૩૦ સેકન્‍ડની જગ્‍યાએ હવે ૧ મિનિટની વોઈસ નોટ્‍સનો ઉપયોગ કરવાની સુવિધા આપી છે. આ અપડેટ આઈઓએસ વર્ઝન ૨૪.૧૦.૧૦.૭૪ માટે વોટ્‍સએપ બીટા પર જોવામાં આવ્‍યું છે. વોટ્‍સએપ બીટા યુઝર્સ આ ફીચરને નવા અપડેટમાં ચેક કરી શકે છે. આ બાબતની જાણકારી વોટ્‍સએપના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ હ્‍ પર એક ટ્‍વિટમાં આપવામાં આવી છે.હાલમાં, નવી સુવિધા કયારે લોન્‍ચ કરવામાં આવશે તેની ચોક્કસ માહિતી ઉપલબ્‍ધ કરાવવામાં નથી આવી. પરંતુ કંપનીએ આ ફીચરને કેટલાક દેશના અમુક સ્‍થળોએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફીચર તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે.

(4:52 PM IST)