News of Monday, 27th May 2024
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી
રાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘોઃનવા શહેર પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક બી.પી. દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક

રાજકોટ,તા.૨૭
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હલી ગઈ છે અને તાત્કાલિક SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ સિલસિલામાં ૭ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ મનપા કમિશનર અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. નવા શહેર પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરાઈ છે. જ્યારે બી.પી. દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. મહેન્દ્ર બાગરીયાની એસીપી તરીકે નિમણૂક કરાઈ છે. જગદીશ બાંગરવાની નવા ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ડીસીપી સુધીર કુમારને અને એડિશનલ સીપી વિધિ ચૌધરીને પણ હટાવવામાં આવ્યા છે. નવા ડીસીપી તરીકે જગદીશ બાંગરવાની નિમણૂક કરાઈ છે.

(9:13 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 