News of Monday, 27th May 2024
તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મુકાયા હોવાની અફવા, કંટ્રોલ રૂમમાં આવ્યો કોલ
કોલ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો:પોલીસ કોલ કરનારને શોધી રહી છે.

સોમવારે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈની તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યા હતા. આટલું કહ્યા બાદ ફોન પણ ડિસ્કનેક્ટ થઈ ગયો. પોલીસે બંને સ્થળોએ તપાસ કામગીરી હાથ ધરી હતી, જો કે કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો અને હવે પોલીસ કોલ કરનારને શોધી રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
